હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બેન્કના કર્મચારીનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને મોડી રાત્રે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે ઘટનાસ્થળે આસપાસના લોકો અને પોલીસ પહોંચી આવી હતી. પોલીસ તપાસ અનુસાર, કારની સ્પીડ વધુ હોવાના કારણે કાર બેકાબુ થઇ ને ડીવાઈડર સાથે અથડાઈ હતી, આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ ગંભીર અકસ્માતની ઘટના ઈન્દોરમાં મોડી રાતે બાપટ ઈન્ટરસેક્શન પાસે બની હતી. અકસ્માતની ઘટનામાં નરબાદ બગાના નિવાસી 30 વર્ષીય જીતેન્દ્રનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. જ્યારે જીતેન્દ્રના અન્ય ત્રણ સાથીઓ અને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતનો ભોગ બનેલી કાર કમલેશ ઠાકુર નામના યુવકની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જીતેન્દ્ર પોતાના મિત્રો સાથે મોડી રાત્રે બાયપાસ પર જમવા માટે નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, જીતેન્દ્ર અને તેના મિત્રો પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડયો હશે તેવી શક્યતાઓ છે.
આ સમગ્ર ઘટનાને લઇને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જીતેન્દ્રના મિત્રો પાસેથી માહિતી મેળવવામાં આવી છે. અકસ્માતની ઘટનામાં કાર બેકાબુ થતા નિયંત્રણની બહાર ચાલી ગઇ હતી અને તેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલો જીતેન્દ્ર IDFC બેંકનો કર્મચારી હતો. તે મૂળ સિહોર નો વતની હતો. આ ઘટના બનતા જ તેના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
મૃત્યુ પામેલા જીતેન્દ્રના પરિવારમાં દોઢ વર્ષની દીકરી અને તેની પત્ની છે. જીતેન્દ્રના મૃત્યુના કારણે દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ કાર માલિક કમલેશનો કોઈ પણ પત્તો લાગ્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment