સોશિયલ મીડિયા પર તમે દરરોજ ઘણા બધા લોકોના જીવનની સફળતા વિશેના કિસ્સાઓ સાંભળતા હશો. ત્યારે આજે આપણે એક તેવા જ વ્યક્તિની વિશે વાત કરવાના છીએ. એક સમય હતો ત્યારે આખું ગામ આ વ્યક્તિનો મજાક ઉડાડતું હતું. પરંતુ આજે આ વ્યક્તિ એટલા સફળ થઈ ગયા છે કે આખા ગામની બોલતી બંધ થઈ ગઈ છે.
મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેના દુબઈમાં આવેલી દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફામાં 22 ફ્લેટના માલિક છે આ ઉપરાંત તેઓની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. તો ચાલો જાણીએ આ વ્યક્તિ છે કોણ..?
આ વ્યક્તિનું નામ જ્યોર્જ વી નેરિયાપારામ્બિલનો છે. તેમનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તેમને જીવનમાં ઘણા બધા પરિશ્રમ કરીને આજે આ સફળતા હાસિલ કરી લીધી છે. તેઓ માત્ર 11 વર્ષના હતા, ત્યારથી તેઓ પોતાના પિતાને કામમાં મદદ કરાવતા અને પરિવારને આર્થિક રીતે પણ મદદરૂપ બનતા હતા. તેઓ જે ગામમાં રહેતા ત્યાં મોટેભાગના ખેડૂતો કપાસનો વ્યવસાય કરતા હતા.
જ્યારે મોટા મોટા વેપારીઓ નકામા કપાસના બીજ ફેંકી દેતા હતા. ત્યારે જ્યોર્જ વી નેરિયાપારામ્બિલનો આ કપાસના બીજને વીણી લેતા અને પછી તેને સાફ કરીને તેમાંથી ગમ બનાવવાનું તેમને શરૂ કરી દીધું હતું. આ વ્યવસાયિત શરૂ કર્યા બાદ તેમને થોડાક સમય તો મેકેનિકલ તરીકે પણ કામ કર્યું હતું. ઘણા નાના મોટા વ્યવસાયો કર્યા બાદ 1976 માં તેઓ પહેલી વખત શારજાહ ગયા હતા.
અહીં આવ્યા ત્યારે તેમને અહેસાસ થયો કે અહીં ખૂબ જ ગરમ વાતાવરણ છે. બસ આ વાતને પોતાના મનમાં બેસાડી લીધી અને ત્યાંનું ગરમ વાતાવરણ જોઈને તેમને ત્યાં એર કન્ડિશનિંગ નો વ્યવસાય શરૂ કર્યો હતો. પછી તો તેમને પોતાનો આ વ્યવસાય મોટો કરવા માટે દિવસ રાત મહેનત કરી અને આજે તેઓએ GEO ગ્રુપ ઓફ કંપની નામનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગમાં તેમને 22 પ્લેટ ખરીદેલા છે. ત્યારબાદ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા પર ચારેય બાજુ તેમની જ વાતો થતી હતી. તમને એવું થતું હશે કે આ વ્યક્તિએ બુર્જ ખલીફામાં કેમ આટલા બધા ફ્લેટ કરી દે તેના પાછળ પણ એક રસપ્રદ વાત છે. વાત કરીએ તો તેમના કેટલાક સંબંધીઓ બુર્જ ખલીફા બિલ્ડીંગ જોવા માટે ગયા હતા.
તેઓ ત્યાંથી પાછા આવ્યા ત્યારે તેઓ જ્યોર્જ વી નેરિયાપારામ્બિલને બિલ્ડીંગના ફોટા બતાવતા હતા અને મજાક ઉડાવીને કહેતા હતા કે જુઓ આ બુર્જ ખલીફા બિલ્ડીંગ છે. આમાં તમને ક્યારેય પ્રવેશ મળી શકે નહીં. બસ આ વાતનું તેમને ખૂબ જ ખોટું લાગ્યું અને તેમને મનમાં નક્કી કરી લીધું કે હું આ લોકોની મજાકનો બદલો લઈશ. પછી છ વર્ષ બાદ તેમને બુર્જ ખલીફામાં એક બે નહીં પરંતુ 22 પ્લેટ ખરીદ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment