દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. સતત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધતાં સામાન્ય જનતાને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે આજરોજ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
ઘરેલુ 14.2 કિલોના LPG ગેસ સિલિન્ડરનો ભાવ 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ આજ રોજ લાગુ થશે. ભાવ વધારા સાથે જ દિલ્હીમાં 14.2 ખીલોના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.
છેલ્લી વખતે 22 માર્ચના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો. ત્યારે આજરોજ ફરી એક વખત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ મહિનાની પહેલી તારીખે સરકારી ઓઈલ કંપનીઓએ પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 102.50 રૂપિયા નો વધારો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 23 રૂપિયાને પાર પહોંચી ગયા છે. 1 માર્ચના રોજ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
ત્યારે 1 એપ્રિલના રોજ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હજુ પણ આગામી સમયમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. જો આ જ રીતે ભાવ વધારો થતો રહે તો સામાન્ય જનતાને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment