દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. સતત ભાવ વધારો થતાં સામાન્ય જનતા ભારે મૂંઝવણમાં મુકાય છે. બીજી બાજુ લીંબુ સહિત તમામ શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા હતા. 1 કિલો લીંબુનો ભાવ 260 રૂપિયાથી લઈને 280 રૂપિયા ચાલી રહ્યો છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું હતું. જેથી લીંબુનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. આ કારણોસર લીંબુના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.
ઉનાળાની ભારે ગરમી થી બચવા માટે ઉનાળામાં લોકો લીંબુ પાણી પીવાનો ખૂબ જ પસંદ કરતા હોય છે. પરંતુ લીંબુના ભાવમાં સતત વધારો થતાં હવે લોકોએ લીંબુ પાણીનું સેવન કરવાનું પણ ટાળ્યું છે. 1 નંગ લીંબુનો ભાવ અંદાજે 15 રૂપિયાથી લઈને 25 રૂપિયા ચાલી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં લીંબુના ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે.
લીંબુના ભાવની સાથે મરચાનો ભાવ પણ ખૂબ જ વધી રહ્યો છે. ખેડૂતો 180 રૂપિયાના ભાવના લીંબુ માર્કેટયાર્ડમાં વેચે છે. હોલસેલર તેમાં પોતાનો 20 રૂપિયાનો નફો ઉમેરીને લીંબુ આગળ વેચે છે. ત્યારે કિલો લીંબુ પર 50 રૂપિયા નફો રાખીને લારીવાળાઓ ગ્રાહકને લીંબુ વેચે છે.
આમ કરીને લીંબુનો ભાવ 260થી 280 રૂપિયા વચ્ચે પહોંચી જાય છે. દેશમાં દિવસેને દિવસે વધતા પેટ્રોલ-ડીઝલ અને સીએનજી ના ભાવના કારણે ટ્રાન્સફર ખર્ચો વધી રહ્યો છે. તેના કારણે પણ લીંબુના ભાવ વધી રહ્યા છે. જો આ જ રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધતા રહ્યા તો સામાન્ય જનતાને જીવન ખૂબ જ મુશ્કેલ પડી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment