ફરી એક વખત લીંબુના ભાવમાં ભુક્કા બોલાવતો વધારો, બજારમાં એક કિલો લીંબુનો ભાવ પહોંચ્યું આટલા રૂપિયા…

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. સતત વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય જનતા મૂંઝવણમાં મુકાય છે. રાજ્યમાં દિવસેને દિવસે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. ઉનાળાની ભારે ગરમીમાં લોકો લીંબુ પાણી પીવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે.

પરંતુ લીંબુના ભાવ સાંભળીને જ તમે લીંબુ પાણીનું નામ નહિ લ્યો. લીંબુના ભાવમાં સતત વધારો થતાં રાજ્યની જનતાને લીંબુનો વપરાશ કરવાનું ઓછું કરી દીધું છે. પહેલા એક કિલો લીંબુનો ભાવ 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા ચાલી રહ્યો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં લીંબુના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે.

સતત ભાવ વધવાના કારણે એક કિલો લીંબુ નો ભાવ 200 રૂપિયાથી લઈને 300 રૂપિયા પહોંચી ગયો છે. હજુ પણ આગામી સમયમાં લીંબુ નો ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં દિવસેને દિવસે વધતા પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના ભાવના કારણે લીંબુના ટ્રાન્સપોર્ટમાં ખર્ચો વધી રહ્યો છે. આ કારણોસર પણ લીંબુના ભાવ વધી રહ્યા છે.

આ ઉપરાંત ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું હતું. આ કારણોસર લીંબુનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને માર્કેટમાં લીંબુની માગ વધારે છે. તેથી પણ લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે.

લીંબુના ભાવની સાથે રાજ્યમાં ટમેટા, મરચા, ગુવાર, રીંગણા, આદુ અને ડુંગળીના ભાવ પણ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. આ ઉપરાંત રાજ્યમાં દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલનો ભાવ, રાંધણ ગેસનો ભાવ, ખાદ્યતેલનો ભાવ અને શાકભાજીનો ભાવ દિવસેને દિવસે વધી રહી છે. આ કારણોસર સામાન્ય જનતા મૂંઝવણમાં મુકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*