દેશમાં દિવસેને દિવસે જીવન જરુરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. કોરોનાની મહામારી ઓછી થાય ત્યાં મોંઘવારીની મહામારી આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા છ મહિનાથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
ભાવ વધતા જ સીંગતેલના ડબ્બાનો ભાવ 2750 રૂપિયા થઈ ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2660 રૂપિયા થઈ ગયો છે. સિંગતેલના ભાવમાં અંદાજે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં અંદાજે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ખાદ્યતેલના વેપારીઓનું કહેવું છે કે, મગફળીની આવક ન હોવાથી બજારમાં મગફળીના ઓછા ભાવ બોલાય રહ્યા છે. આ કારણોસર સિંગતેલનો ભાવ સતત વધી રહ્યો છે. બજારમાં કપાસના ભાવ પણ ખૂબ જ ઊંચા બોલે રહ્યા છે તેથી કપાસિયા તેલના ભાવ પણ વધી રહ્યો છે.
સીંગતેલનો ડબ્બાનો ભાવ 2750 રૂપિયા ચાલી રહ્યો છે. કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2650 રૂપિયાથી લઈને 2700 રૂપિયા ચાલી રહ્યો છે. સન ફ્લાવરના ડબ્બાનો ભાવ 2600 રૂપિયાથી લઈને 2750 રૂપિયા ચાલી રહ્યો છે. મકાઈના તેલના ડબ્બાનો ભાવ 2350 રૂપિયાથી લઈને 2530 રૂપિયા ચાલી રહ્યું છે. સોયાબીન તેલના ડબ્બાનો ભાવ 2650 રૂપિયાથી લઈને 2700 રૂપિયા ચાલી રહ્યો છે.
મળતી માહિતી મુજબ માર્કેટમાં મગફળી અને કપાસના ભાવ ઊંચા હોવાના કારણે સૌરાષ્ટ્રમાં આવેલી સીંગતેલ અને કપાસિયાની મિલો 70 ટકા બંધ છે. માત્ર 30 ટકા જ બિલ ચાલુ છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થવાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment