દેશમાં દિવસેને દિવસે કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય જનતાને મોંઘવારીની મહામારી ભોગવવી પડે છે. ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવ અને જીવન જરૂરિયાતની વસ્તુઓનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે.
ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ફરી એક વખત કપાસિયા અને સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
થોડાક દિવસો પહેલા જ સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત સિંગતેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
ત્યારે થોડાક દિવસો પહેલા કપાસિયાતેલમાં પણ 20 રૂપિયાનો વધારો કરાયો હતો. સીંગતેલ નો ભાવ 2400 રૂપિયા હતો તેમાં વધારા સાથે ભાવ 2425 રૂપિયા નોંધાયો છે. ઉપરાંત કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2300 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
અત્યાર સુધીમાં સીંગતેલ અને કપાસિયા ના ભાવ સૌથી મહત્તમ સપાટીએ આવી પહોંચ્યા છે. ભાવ વધારા પાછળ તેલના વેપારીઓ જણાવી રહ્યા છે કે કાચા માલની અછતના કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત વાવાઝોડું અને ઓછા વરસાદના કારણે મગફળી અને કપાસનું ઉત્પાદન ઓછું થયું છે.
એક તરફ ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત કોરોના ની બીજી લહેર હજુ તો શાંત પડી છે ત્યાં ત્રીજી લહેરની આશંકા વધી ગઈ છે.
આવા સમયમાં દેશની સામાન્ય જનતાના ધંધા ભાગી ગયા છે. એવામાં દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. તે કારણોસર સામાન્ય જનતા મૂંઝવણમાં પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment