હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે ધોધમાર વરસાદ…

Published on: 3:42 pm, Tue, 13 July 21

ખેડૂતો માટે ખુશીના સમાચાર હવામાન શાસ્ત્ર અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદને લઈને કરી આગાહી. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી અલગ અલગ વિસ્તારોમાં સારો વરસાદ ખાબક્યો છે.

જેને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વખતે ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 20 જુલાઈ બાદ અતિભારે વરસાદ થઈ શકે છે. આગાહી મુજબ આ વખતે કચ્છમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં લાંબા સમય બાદ બે દિવસમાં જ 118 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમદાવાદ અને નડિયાદમાં 3.5 ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે.

ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચના આપી દેવામાં આવી છે. જેને લઈ અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે ધોધમાર વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*