ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે ડાંગ વિધાનસભા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે જંગ જામ્યો છે.ભાજપની પોતાના પગ જમાવવાની કોશિશ કરી રહ્યું છે એટલું જ નહીં પણ દોઢ ની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપે વિજય પટેલને ટિકિટ આપી છે ત્યારે વિજય પટેલ ચૂંટણી અધિકારીઓને કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ કરી છે.
તેમને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવા અરજી કરી છે. તેમને વધારે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલા એફિડેવિટમાં 53 જેટલી ભૂલો છે. ડાંગ પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો.
ડાંગમાં કોંગ્રેસને ઝટકો આપતા પૂર્વે ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાઈ ગયા છે અને સાથે કોંગ્રેસના અન્ય સભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા છે.
તેમને ગણપત વસાવા અને ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં ૧૬ જેટલા સભ્યોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment