ઓડિશા ના અને સાયણ ખાતામાં કામ કરતા બ્રાન્ડેડ સુશીલ રામચંદ્ર ના પરિવારે ડોનટ લાઇફ ના માધ્યમથી તેના અંગોનું છ વ્યક્તિઓને દાન કરીને તેમનું નવું જીવન બક્ષ્યું છે. માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવવાનું કામ કર્યું છે.
આપને જણાવી દઇએ કે તેનું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈ ના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિ માં કરવામાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ના માર્ગદર્શન હેઠળ ડોનેટ લાઇફ દ્વારા અનદાતા સુશીલના પાર્થિવ શરીરને એર કાર્ગો મારફત ઓડીસા મોકલવામાં આવ્યું હતું.
ઓડિશાના ગંજામ જિલ્લાના અલાડી ગામનો રહેવાસી સુશીલ સાયણ માં આવેલ સાઈ સિલ્ક નામના વણાટ ખાતામાં કામ કરતો હતો. ગત 26 મી જાન્યુઆરીના રોજ બ્લડ પ્રેશર વધી જવાના કારણે તે બેભાન થઇ જતાં તેમને તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને સુરત ની બેન્ક હાર્ટ ઈન્સ્ટીટયૂટમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ ને કારણે મગજમાં લોહીમાં ગઠ્ઠા જામી ગયો હોવાનું નિદાન થયું હતું.
બીજા દિવસે ડોક્ટરોએ સુશીલ ને બ્રેન્ડેડ જાહેર કરતા ડોનટ લાઇફ નો ટેલીફોનીક સંપર્ક કરી સુશીલ ના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફ ની ટીમ હોસ્પિટલ પહોંચી સુશીલ જે વણાટખાતામાં કામ કરતો હતો.
તેના માલિક ભાવેશભાઈ માસ્ટર સાથે રહી સુશીલના ભાઈ સુનિલ અને અનિલ કુમાર, શાળા નીલાંચલન, બનેવી ઉમાકાંત ને અંગદાન નું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. સુશીલના ભાઈઓએ જણાવ્યું કે ઓડિશા ના વતની નું સુરત થી અંગદાન થયું હતું તે સમાચાર અમે ટીવી ઉપર જોયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!v
Be the first to comment