સુરતની ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી એક વખત આવી વિવાદમાં, જેને લઇને પોલીસે કીર્તિ પટેલના વિરોધમાં વધુ એક ફરિયાદ નોંધી છે. મળતી માહિતી મુજબ કીર્તિ પટેલે અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખી એક યુવતી પર બીભત્સ લખાણ લખીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું.
આ સમગ્ર ઘટના બન્યા બાદ વસ્ત્રાપુર પોલીસે છેડતી અને દબાણ આપવા સહિતની કલમો હેઠળ કીર્તિ પટેલના વિરોધમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ સુરત ત્યારબાદ સિટીલાઈટ અને હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર બે મહિના અગાઉ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં થયેલી માથાકૂટના ગુનાની અદાવત રાખીને કીર્તિ પટેલે અમદાવાદના વસ્ત્રાપુરની યુવતી પર બીભત્સ લખાણ લખીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. કીર્તિ પટેલે ફોટા પણ વાયરલ કર્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઇને વસ્ત્રાપુર પોલીસે ભરત ભરવાડ અને કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી અનુસાર અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી માથાકૂટની ઘટનામાં કોમલ પંચાલ નામની યુવતીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ફરિયાદી મહિલાનો આરોપ છેકે, કીર્તિ પટેલ દ્વારા અગાઉ થયેલી માથાકૂટને ધ્યાનમાં રાખીને બદલો લેવા માટે તેને સતત ત્રાસ આપવામાં આવે છે. મહિલાનો આક્ષેપ છે કે, સીટીલાઇટના ગુનામાં સમાધાન કરી લેવા માટે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ મને હેરાન કરે છે. જેથી લઈને મહિલાએ અંતે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેટલીક કલમો હેઠળ ગુનો નોંધીને કીર્તિ પટેલ અને ભરત ભરવાડની શોધખોળ હાથ ધરી છે. વસ્ત્રાપુર પોલીસે છેડતી અને દબાણ આપવા સહિતની કલમો હેઠળ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધીને બંનેની શોધખોળ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment