મિત્રો તમે બધા સુરતના એડવોકેટ મેહુલ બોઘરાને તો જરૂર ઓળખતા હશો. મિત્રો મેહુલ બોઘરા હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એડવોકેટ મેહુલ બોઘરા ચર્ચામાં આવ્યા છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરતમાં રેલી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી જ્યાંથી નીકળવાની હતી, ત્યાં રોડ પર બંને બાજુ બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા.
રોડ પર લગાવેલા બેરીકેટને લઈને મેહુલ બોઘરા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને મેહુલ બોઘરા facebook માં લાઈવ થયા હતા. એડવોકેટ મેહુલ બોઘરાની ઓફિસ સુરતના પૂજન પ્લાઝામાં છે. ગઈકાલે સવારે મેહુલ બોઘરા ફેસબૂકમાં લાઈવ થયા હતા અને જણાવ્યું હતું કે, પૂજન પ્લાઝાની પાર્કિંગમાં જવાનો અને બહાર આવવાનો રસ્તો વાંસના બંબુથી બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી હોવાના કારણે રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. મેહુલ બોઘરા પોતાના ફેસબુક પેજ પર લાઈવ થઈને જણાવે છે કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો વિરોધ નથી કરી રહ્યા પણ પાર્ટીના પ્રચાર દરમિયાન જાહેર જનતાને મુશ્કેલી પડી રહે છે તેના વિશે જણાવી રહ્યા છે અને તેઓના પાર્ટીના પ્રચાર દરમિયાન તેમને અને જાહેર જનતાને પડતી અગવડતા સહન ન કરે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેહુલ બોઘરા જણાવી રહ્યા છે કે, પોતાની કાર પૂજન પ્લાઝાની પાર્કિંગમાં લઈ જઈ શકતા નથી તો હવે મારે શું કરવું. વધુમાં મેહુલ બોઘરા જણાવે છે કે, સુરત કમિશનરનું જાહેરનામું છે કે રસ્તા પર ગાડી પાર્ક કરવી નહીં અને આજે મારી ઓફિસના બિલ્ડિંગમાં પાર્કિંગમાં જવાના રસ્તા પર બેરિકેટ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. તો હવે ગાડી ક્યાં પાર્ક કરું?
વધુમાં એડવોકેટ મેહુલ બોઘરા જણાવે છે કે, વરઘોડો બંધ કરવામાં આવ્યો હતો તેમ જ સ્થાનિક નાના મોટા લારી ગલ્લાવાળા, નાના મોટા રોજગાર વાળા તમામ ધંધા બંધ કરવામાં આવ્યા હતા. એડવોકેટ મેહુલ બોઘરાએ પોતાના ફેસબૂક લાઇવ પર જણાવ્યું હતું કે, તંત્રના લોકો ખુદ અહીં આવશે અને આ બેરીકેટ હટાવીને મારી ગાડી બેઝમેન્ટમાં પાર્ક થશે. જ્યારે facebook લાઇવ શરૂ હતું ત્યારે એડવોકેટ મેહુલ બોઘરાએ ટ્રાફિક કંટ્રોલમાં કોલ કર્યો હતો.
ત્યારબાદ તંત્રના લોકો એડવોકેટ મેહુલ બોઘરા ની ઓફિસ પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી બેરીકેટ હટાવીને પાર્કિંગમાં જવાનો રસ્તો ખુલ્લો કર્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જ્યારે બેરીકેટ હટાવવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર તમામ લોકોએ “ભારત માતાકી જય”ના નારા પણ લગાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment