હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય અને તેમાં અચાનક જ કંઈક એવી આકસ્મિક ઘટના બનતી હોય છે. જેના કારણે લગ્નની ખુશીમાં માતમ થવાઈ જતો હોય છે. ત્યારે આજે આપણે રાજકોટના(Rajkot) ગોંડલના(Gondal) દાળિયા ગામમાં(Daliya village) બનેલી તેવી જેક ઘટના વિશે વાત કરવાના છીએ.
અહીં લગ્ન પ્રસંગ દરમિયાન એક મહિલા સાથે કંઈક એવી ઘટના બની કે પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર ગામના એક પરિવારના આંગણે દીકરા અને દીકરીના લગ્ન ધામધૂમથી ચાલી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા સ્નાન કરવા માટે જાય છે.
ત્યારે મહિલાને હીટર દ્વારા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. આ મહિલાનું મૃત્યુ થતા જ લગ્નની ખુશીમાં માતમ ફેરવાઈ ગયો હતો. લગ્ન પ્રસંગમાં લગ્નના ગીત ગાવાના બદલે પરિવારના સભ્યોને મરશિયા ગાવાનો વારો આવ્યો હતો.
વિગતવાર વાત કરી હતો દાળિયા ગામમાં રહેતા ભાવનાબેનના નણંદ અને દિયરના લગ્ન હતા. લગ્ન હોવાના કારણે ઘરે મહેમાનો આવ્યા હતા અને ચારેય બાજુ લગ્નનીધામ દૂરથી તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન ભાવનાબેન બાથરૂમમાં સ્નાન કરવા માટે ગયા હતા.
ત્યારે બાથરૂમમાં પાણી ગરમ કરવા માટે હીટર મૂકવામાં આવ્યું હતું. બાથરૂમમાં ભાવનાબેનને હીટરથી જોરદાર કરંટ લાગ્યો હતો. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ભાવનાબેન નું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાયો હતો.
ત્યાર પછી કાળજા પર પથ્થર મૂકીને પરિવારના સભ્યોએ ભાવનાબેનના નણંદ અને દિયરના લગ્ન ટૂંકમાં પતાવ્યા હતા. ઘરના આંગણે લગ્ન હોવાના કારણે પટેલ પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ લગ્નના દિવસે પરિવારના સભ્યનું મોત થતાં પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ભાવનાબેનના મૃત્યુના કારણે એક દીકરા અને દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment