ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગાંધીનગરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ગાંધીનગરના ઉવારસદ-વાવાલો હાઇવે ઉપર બની હતી. અહીં બમ્પ કૂદીને એક બાઈક તળાવના ગરનાળા સાથેની આર.સી.સીની પાઇપ સાથે અથડાઈ હતી.
આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ત્રણ પિતરાઈ ભાઈઓ પૈકી બે ભાઈઓને ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર બંનેના કારણ મોત નીપજ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ અડાલજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વિગતવાર વાત કરીએ તો અમદાવાદના રાણીપ મુખીવાસમાં રહેતો કેયુર ઉર્ફે કુલદીપ અંબાલાલ વાઘેલા(ઠાકોર) ગઈકાલે આશરે 10:30 એક વાગ્યાની આસપાસ તેના કૌટુંબિક ભાઈ વિશાલ જશુભાઈ ઠાકોર અને જય મહેશકુમાર ઠાકોર સાથે ઉવારસદ ગામે લીલી વાડી જોગણી માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
ત્રણેય પિતરાઈ ભાઈઓ બાઈક લઈને મંદિરે જવા માટે નીકળ્યા હતા અને વિશાલ બાઇક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ત્રણેય ભાઈઓ ચાંદખેડા થઈ અડાલજ થઈ ઉવારસદ- વાવોલ હાઇવે રોડ તરફ આગળ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ઉવારસદ તળાવ સામે આવેલા ગરનાળા પહેલા બમ્પર આવતા વિશાલે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બે કાબુ બનેલી બાઇક રોડની બાજુમાં ગરનાળાની સામે બનાવેલી આરસીસીની દીવાલ સાથે અથડાઈ હતી.
આ કારણસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવારે ત્રણેય ભાઈઓ ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં વિશાલ અર્ધ બેભાન થઈ ગયો હતો. જ્યારે જય બેભાન હાલતમાં રોડમાં પડ્યો હતો અને કેયુરના શરીરના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા ઘટનાની માહિતી મળતા 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
અકસ્માતની ઘટનામાં 108ની ટીમે જયને મૃત જાહેર કર્યો હતો અને ત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં કેયુર અને વિશાલને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિશાલની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો અને કેયુરને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment