પાલનપુર-આબુ હાઇવે પર એક સિમેન્ટ ભરેલો ટ્રક અચાનક બ્રિજ પરથી 30 ફૂટ નીચે ખાબકી ગયો…

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે તેવી ઘટના સામે આવી આ પાલનપુર-આબુ હાઇવે પરની છે. સમગ્ર પાલનપુર આબુ હાઇવે પર રાજસ્થાન તરફથી આવતા બાલરામ ભેજ પર સિમેન્ટ ભરેલા ટ્રક ચાલકે પોતાના સ્ટેરીંગ અચાનક કાબુ ગુમાવ્યો હતો.

અને આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ટ્રક બ્રિજ પરથી લગભગ 30 થી 35 ફૂટ નીચે ખાબકી ગયો હતો.

આ અકસ્માતમાં કોઈપણ પ્રકારનું મૃત્યુ થયું નથી. મળતી માહિતી મુજબ ગઇકાલે બપોરના સમયે સુમારે રાજસ્થાન તરફથી એક ટ્રક સિમેન્ટ ભરીને આવતો.

ત્યારે બાલારામ બ્રિજ પર ટ્રક ડ્રાઈવર અચાનક પર કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક બ્રિજ થી લગભગ 30 થી 35 ફૂટ નીચે ખાબકી ગયો હતો. અકસ્માત સર્જાય ત્યારે આજુબાજુના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

અને ટ્રક ચાલકને સુરક્ષિત રીતે ટ્રકમાંથી બહાર કાઢ્યો હતો. અકસ્માતની મોટી વાત એ છે કે આ ઘટનામાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી જાય છે તે માટે ટ્રાફિક ના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે તેના કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*