ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો વચ્ચે હલચલ મચી રહી છે. એવામાં રાજકારણમાં સતત પરિવર્તન થઈ રહ્યું છે તેવામાં પાટીદાર સમાજે પણ આજે બેઠક યોજી હતી. આ ઉપરાંત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવેશે આવ્યા છે.
તેમની આગેવાનીમાં ઘરે બેઠક કોણ શરૂ કરી દેવાઇ છે. આજે રાજકોટ ખોડલધામ ખાતે પાટીદાર સમાજના લેઉવા અને કડવા પટેલ ના તમામ આગેવાનો સાથે નરેશભાઈ પટેલ ની બેઠક થઇ હતી.
તો બીજી તરફ ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ પાટીદાર નેતાઓ સાથે અને મંત્રીઓ સાથે બેઠક યોજી રહ્યા છે. માહિતી મુજબ ભૂપેન્દ્ર યાદવ વન ટુ વન ગોરધન ઝડફિયાને મંત્રી કૌશિક પટેલ સાથે બેઠક કરી છે.
આ બેઠકમાં ખોડલધામમાં ચાલી રહી બેઠક વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. ગઇકાલની વાત કરીએ તો સરકાર અને સંગઠન વચ્ચે એક કોર કમિટીની બેઠક થઇ હતી.
તેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના બીજા અન્ય કેટલાક નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થવાની પણ સંભાવના છે.
ગઈકાલે યોજાયેલી સંગઠન અને સરકાર વચ્ચેની બેઠકની વાત કરીએ તો સીઆર પાટીલે કહ્યું હતું કે બેઠકમાં કોરોનાની મહામારી મા કરાયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં. આ ઉપરાંત વાવાઝોડામાં લોકોને રાહત માટે ના પેકેટ ની ચર્ચા કરી હતી અને આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment