મુંબઈ શહેરમાં આગામી બે દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી, જાણો વિગતે.

Published on: 11:43 am, Sat, 12 June 21

આ વર્ષે મુંબઈ શહેરમાં ચોમાસા ભાગમાં ગયા વર્ષ કરતાં પહેલા થઇ ગયું છે. દક્ષિણ અને પશ્ચિમ સતત વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના કારણે અંધેરીમાં પાણીથી ભરાઈ ગયા છે અને ભારે વરસાદની સાથે જબરદસ્ત પવન ફૂંકાઇ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 13 અને 14 જૂનના રોજ ભારે વરસાદ પડવાની આગાહી છે વરસાદના કારણે શહેરમાં રસ્તાઓ પાણીથી ભરાઈ જશે. અને 13 અને 14 જૂનના રોજ શહેરને એલટ કર્યું છે.

હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રમાં 13 જુનના રોજ રત્નાગિરિ અને રાયગઢ જિલ્લાની એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાકની અંદર 204.44 મિમીથી વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદના અનુમાન ના કારણે NDRF ની 15 ટીમને મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં કાર્યરત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર 4 ટીમ રત્નાગીરી માં, 2 મુંબઈમાં, અને બાકીની ટીમ પાલઘર, રાયગઢ વગેરે જગ્યામાં તેનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી દ્વારા મુંબઈ શહેરમાં ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાઇ શકે છે અને શહેરમાં ટ્રાફિક જામ પણ થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મુંબઈ શહેરમાં આગામી બે દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*