મિત્રો છેલ્લા કેટલાય દિવસોથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં માં અંબેના દર્શન કરવા માટે ભક્તો અહીં આવે છે. આશરે આ વખતે 30 લાખથી પણ વધારે ભક્તોએ માં અંબેના દર્શન કર્યા છે. ઘણા ભક્તોતો ખૂબ જ દૂર દૂરથી ચાલીને અંબાજી આવે છે.
ત્યારે ચાલીને આવતા ભક્તોની સેવા કરવા માટે અનેક ભક્તો સેવા કેમ્પ પણ કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ કેટલાક લોકો તો ભક્તોમાં માં અંબાના આસ્થા અને શ્રદ્ધાથી ખૂબ જ મોટું દાન પણ કરતા હોય છે. મિત્રો તમને બધાને ખબર છે કે માં અંબાનું મંદિર અત્યારે આખું સોનાથી બનાવવામાં આવી રહ્યું છે.
મંદિર માટે ભક્તો મન મૂકીને દાન કરી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ભક્ત વિશે વાત કરવાના છીએ. જેનું કાર્ય જાણીને તમારું દિલ પણ ખુશ થઈ જશે. એક ભક્તિ ભાદરવી પૂનમના મેળા દરમિયાન 500 ગ્રામ સોનાનું દાન આપ્યું છે.
અમદાવાદના ભક્તિ 500 ગ્રામ સોનુ માં અંબેના ચરણમાં અર્પણ કર્યું છે. મિત્રો ભાદરવી પૂનમના દિવસે અહીં આવતા અનેક ભક્તો સોના અને ચાંદીનું દાન કરતા હોય છે. મિત્રો મંદિર ટૂંક જ સમયમાં સોનાનું બની જશે કારણ કે ભક્તો મન મૂકીને દાન કરી રહ્યા છે.
આ વખતે તો અંબાજી ટ્રસ્ટના આયોજનથી દરેક ભક્તો ખૂબ જ ખુશ થઈ ગયા છે. કારણકે અહીં આવતા ભક્તોને કોઈ પણ અગવડતા પડી નથી. આટલું જ નહીં પરંતુ આ વખતે તેની વ્યવસ્થા જોઈને વિદેશથી પણ લોકો માં અંબાના દર્શન કરવા માટે આવ્યા છે.
મિત્રો કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ભાદરવી પૂનમનો મેળો યોજાયો ન હતો. જેના કારણે આ વર્ષે લોકોમાં ભાદરવી પૂનમના મેળાને લઈને આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે. મિત્રો ટૂંક જ સમયમાં ભક્તોના દાનથી માં અંબાનું સુવર્ણ મંદિર તૈયાર થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment