વડોદરામાં પ્રેમિકાના ઘરે ગયેલો યુવક રાત્રે બેભાન અવસ્થામાં મળી આવ્યો, સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ… પ્રેમિકાના ઘરે એવું તો શું થયું હશે?

Published on: 5:34 pm, Tue, 13 September 22

વડોદરા શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના શિયાપુરા નવાપુરા વિસ્તારમાં રહેતો યુવક રાત્રિના સમયે પોતાના જ વિસ્તારમાં રહેતી પ્રેમિકાના ઘરે ગયો હતો. ત્યાર પછી મોડી રાત્રે પ્રેમિકાના ઘરમાંથી બેભાન અવસ્થામાં અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી હાલતમાં યુવક મળી આવ્યો હતો.

આ બનાવ બનતા જ યુવકના પરિવારના લોકો યુવતીના ઘરે દોડી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. યુવકનું મૃત્યુ તથા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે હાલમાં તો અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મૃતદેહ ને પોસ્ટ મોટા માટે મોકલવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે. મૃત્યુ પામેલા યુવકનું નામ હર્ષ સોલંકી હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી.

હર્ષ સોલંકી નવાપુરા વિસ્તારમાં રહેતો હતો. તે તે જ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. ગઈકાલે મોડી રાત્રે હર્ષ યુવતીને મળવા માટે તેના ઘરે ગયો હતો. ત્યારે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ હર્ષ રહસ્યમય રીતે બેભાન થઈ ગયું. આ ઘટનાની જાણ થતા જ હર્ષના પરિવારના લોકો યુવતીના ઘરે પહોંચ્યા હતા.

ત્યારબાદ હર્ષને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ વાગ્યાની આસપાસ હર્ષનું મૃત્યુ નીપજ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હર્ષના ઘરે એકઠા થયા હતા. સમગ્ર ઘટનાને લઈને હર્ષની માતાએ જણાવ્યું કે, મારા દીકરાને યુવતી સાથે બે વર્ષ પહેલાં પ્રેમ હતો.

હર્ષે જ્યોતિ સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યા હતા. મારો દીકરો યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવા ઈચ્છતો ન હતો. પરંતુ યુવતી મારા દીકરાની પાછળ પડી ગઈ હતી. ક્યારે ગઈકાલે રાત્રે વરસાદ આવતો હતો. ત્યારે મારો દીકરો મોબાઇલમાં ગેમ રમતો હતો અને હું આરામ કરી રહી હતી. પાંચ મિનિટ માટે હર્ષ યુવતીના ઘરે ગયો હતો. ત્યારબાદ મોડી રાત્રે હર્ષ બેભાન અવસ્થામાં અમને મળ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને હર્ષના કાકાએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા હર્ષ અને યુવતી લગ્ન કરવાના ઇરાદે ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ પરિવારને તેના લગ્નની મંજૂરી ન હોવાના કારણે બંને પરત ફર્યા હતા. યુવતી ના ઘરે શું થયું હજુ તેની કોઈપણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં પ્રેમિકાના ઘરે ગયેલો યુવક રાત્રે બેભાન અવસ્થામાં મળી આવ્યો, સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ… પ્રેમિકાના ઘરે એવું તો શું થયું હશે?"

Leave a comment

Your email address will not be published.


*