મિત્રો આપણે બધા જાણીએ છીએ કે માત્ર ભારતની એશિયાના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી નું પરિવાર સનાતન ધર્મમાં માને છે અને તેઓ ખૂબ જ ધાર્મિક પણ છે અને અવારનવાર ધાર્મિક સ્થળે ભગવાનના દર્શન અને આશીર્વાદ લેવા તો જતા હોય છે
પરંતુ સાથે સાથે એ મંદિરના વિકાસ અર્થે ત્યાં કરોડો રૂપિયાનું દાન પણ આપતા હોય છે અને તે શ્રીનાથજી પર હતું શ્રદ્ધા ધરાવે છે તેમના ઘરે પણ શ્રીનાથજી નું સુંદર મજાની મૂર્તિ સ્થપાયેલી છે. હાલમાં રામનવમીના અવસર પર મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ હવે દાન ધર્મદાન નું કામ પોતાના હાથ પર લીધું છે.
મળતી માહિતી મુજબ અનંત અંબાણીએ રામ નવમી ના શુભ દિવસે બે મંદિરોમાં થઈને પાંચ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આનંદ અંબાણી રામ નવમી ના દિવસે પુરીના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને આ મંદિરમાં તેઓએ 2.51 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું
અને મંગળવારે મોડી રાત્રે તેઓ 10:30 વાગ્યે ઝેડ પ્લસ સુરક્ષા સાથે આ મંદિરે પહોંચ્યા હતા.જગન્નાથ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ આસામ જવા રવાના થયા હતા ને ત્યાં તેઓએ કામખ્યા દેવી ના દર્શન કર્યા
અને ત્યાં પણ આટલું જ દાન આપ્યું હતું જોકે અંબાણી પરિવાર દ્વારા કેટલું દાન કર્યું છે તે અંગે સત્તાવાર જાહેરાત કે સત્તાવાર નિવેદન આવ્યા નથી પરંતુ જે કોઈ માહિતી આપને આપી તે મીડિયા રિપોર્ટ અનુસાર આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment