હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગુસ્સામાં ભરાયેલા પતિએ કાતર લઈને પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. આરોપી પતિએ કાતર વડે પોતાની પત્ની ઉપર અનેક વખત પ્રહાર કર્યા હતા. આ કારણોસર પત્નીનું દર્દનાક મોત થયું છે. આ ઘટના બની ત્યારે પરિવારના સભ્યો નીચે જન્મદિવસ ઉજવી રહ્યા હતા અને ઉપરની રૂમમાં પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.
આ ઘટના શુક્રવારના રોજ લગભગ 8 વાગ્યાની આસપાસ ગાઝીયાબાદમાં બની હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ વંશીકા હતું. વંશિકાના લગ્ન 2020 માં નરેશ નામના યુવક સાથે થયા હતા. શુક્રવારના રોજ નરેશની સાળી આસ્થાનો જન્મદિવસ હતો. ઘરે જન્મદિવસ હતો એટલે બધા નીચે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે નરેશ પોતાની પત્ની વંશીકાને ઘરના પહેલા માળે રહી ગયો હતો અને ત્યારબાદ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો
. ત્યારબાદ નરેશે પોતાની પત્ની વંશીકાને ઘરે જવાનું કહ્યું હતું. ત્યારે વંશિકાએ સ્પષ્ટ શબ્દોમાં નરેશને ઘરે જવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ બંધ રૂમમાં બંને વચ્ચે આ વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો. નરેશ પોતાની પત્નીને ઘરે લઈ જવા માટે જીદ કરી રહ્યો હતો, પરંતુ વંશીકા ઘરે જવા માગતી ન હતી.
બંનેનો ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા નરેશ રૂમમાં પડેલી કાતરવડે પોતાની પત્નીના ગળા, પેટ અને છાતીના ભાગ ઉપર તૂટી પડ્યો હતો. ત્યારબાદ આરોપી નરેશ રૂમની બહાર નીકળી ગયો અને પછી બહારથી રૂમ બંધ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે ટૂંક જ સમયમાં આરોપી નરેશને પકડી પાડ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને સંબંધીઓએ જણાવ્યું કે, મૃત્યુ પામેલી વંશીકા તેના પતિ નરેશના ચારિત્ર પર શંકા કરતી હતી. વંશીકાને લાગતું હતું કે તેના પતિનું અન્ય સ્ત્રી સાથે ગેર સંબંધ છે. જેના કારણે લગ્નના છ મહિના પછી વંશીકા સાસરીયા માંથી પોતાના પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી.
આ દરમિયાન વંશીકાએ તેના પતિ પાસેથી નુકસાનની વસૂલી કરવા માટે કોર્ટમાં કેસ પણ કર્યો હતો અને જે કેસ હજુ પણ ચાલી રહ્યો છે. વંશિકાના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આરોપી નરેશની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment