અષાઢી બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા હતી. આ દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળીને પોતાના ભક્તોને દર્શન આપે છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યા હતા.
આ દિવસે ઘણા લોકોની કીમતી વસ્તુઓ ખોવાઈ જાય છે અને ઘણા લોકો પોતાના પરિવારથી વિખુટા પણ પડી જાય છે. ત્યારે રથયાત્રાના દિવસે ભીડમાં બે બાળકો પોતાના માતા-પિતાથી અલગ પડી ગયા હતા. આ વાતની જાણ થતા તાત્કાલિક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બાળકોની પાસે પહોંચી આવ્યા હતા.
તેઓએ પોલીસને કહ્યું કે તાત્કાલિક ધોરણે બાળકોના માતા-પિતાને શોધી કાઢો. મળતી માહિતી અનુસાર રથયાત્રા શાહપુર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રથયાત્રામાં સામેલ થયા હતા.
ત્યારે તેમને સમાચાર મળે છે કે, બે બાળકો પોતાના માતા-પિતાથી ભીડમાં અલગ થઈ ગયા છે. ત્યારબાદ તેઓ તાત્કાલિક પોતાના વાહનમાંથી નીચે ઉતર્યા હતા અને બાળકો પાસે પહોંચ્યા હતા. માતા-પિતાથી વિખુટા બંને બાળકો રડી રહ્યા હતા.
આ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોતાનો રૂમાલ કાઢે છે અને રડી રહેલા બાળકોના આંસુ લૂછીયા હતા. ત્યારબાદ તેમને પોલીસને તેમના માતા-પિતાને શોધવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ધોરણે બાળકોના માતા-પિતાને શોધી કાઢ્યા હતા.
બાળકોને પોતાના માતા પિતાને સોંપી દીધા હતા. બાળકોના માતા પિતાએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસનો આભાર માન્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને લોકો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રશંસા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment