હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પ્રાથમિક શાળામાંથી ઘરે પરત ફરી રહેલા ત્રણ માસુમ બાળક સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે પરિવારના સભ્યો સહિત આખું ગામ દોડતો થઈ ગયું હતું. શાળાએથી ઘરે આવી રહેલા બાળકો સાથે રસ્તામાં એવી દર્દનાક ઘટના બની કે ત્રણેયના મોત થયા હતા.
મૃત્યુ પામેલા ત્રણ બાળકોમાંથી બે સગા ભાઈ-બહેન હતા. ગામના એક સાથે ત્રણ માસુમ બાળકોના મોત થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો આ ઘટના મહુવા તાલુકાના કાટીકડા ગામમાં બની હતી.. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો શાળામાંથી છૂટ્યા બાદ એકસાથે નવ બાળકો મોજ મસ્તી કરતા કરતા ઘરે આવી રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં સોમતભાઈની વાડી આવે છે. સોમતભાઈ પોતાની વાડીમાં ખેતરમાં રહેલા ફેન્સીંગમાં ગેરકાયદેસર વીજળી જોડાણ આપીને તેમાં કરંટ મુકાવ્યો હતો. આ દરમિયાન આકસ્મિત રીતે એક બાળક આ તાર ફેન્સીંગને અડી જાય છે.
જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેને બચાવવા માટે અન્ય બે બાળકો ત્યાં ગયા હતા અને તે બંનેને પણ જોરદાર કરંટ લાગ્યો હતો. જોરદાર કરંટ લાગવાના કારણે આ ઘટનામાં એક સાથે ત્રણ બાળકોના મોત થયા છે. ત્રણ ત્રણ બાળકોના મોત થતા જ ગામના લોકો અને પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટનામાં 12 વર્ષીય નૈતિક કનુભાઈ જાબુંચા, 11 વર્ષીય પ્રિયંકા કનુભાઈ જાબુંચા અને 11 વર્ષે કોમલ મગનભાઈ ચૌહાણ નામની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ ત્રણેય બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલો નૈતિક અને પ્રિયંકા બંને સગા ભાઈ બહેન હતા.
એકસાથે ગામમાંથી ત્રણ બાળકોની અડધી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. આ સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ બનાવમાં પીજીવીસીએલના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. તમામ રિપોર્ટ સામે આવ્યા બાદ જો કોઈ ગુનો થયો છે તેવું માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment