પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાના નામની મિલકતોની ખરીદી થાય તેવા હેતુથી સ્ટેમ્પ ડયુટી માત્ર ટોકન જેવી રૂ 100 વસૂલવાનો નિર્ણય કરી તેની અમલવારી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.રાજકોટ સહિત રાજ્યભરમાં મનપા તથા અર્બન ડેવ ઓથોરિટી દ્વારા લાખોની સંખ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બનાવવામાં આવી રહ્યાં છે.હવે પરિવારની મહિલાના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં પણ સરકારે મોટી રાહત આપી આવાસ યોજના માં ફ્લેટ ની કિંમત મુજબની સ્ટેમ્પ ડયુટી લઇ દસ્તાવેજો કરતા હતા.
તેમાં રાહત આપી હવે માત્ર 100 ની સ્ટેમ્પ ડયુટી ભરીને પ્રથમ મહિલાના નામની મિલકતોના દસ્તાવેજો કરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં.
રાજ્ય સરકારે માત્ર 100 ની સ્ટેમ્પ ડયુટી ભરીને દસ્તાવેજ નોંધી દેવાનો મહત્વનો આદેશ કરી રાજકોટ સહિત રાજ્યભરની મહિલાઓને દિવાળી ભેટ આપી હોવાનું મહેસુલી સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મહિલાઓ માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાય યોજના અમલી કરી લાભ આપવામાં આવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment