આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ભાદરવી પૂનમના દિવસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ દિવસે અરવલ્લી જિલ્લાના કૃષ્ણાપુર પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બેકાબુ બનેલી ઇનોવા કારે આદરવી પૂનમે અંબાજી દર્શન કરવા કેટલાક લોકોને કચડી નાખ્યા હતા.
આ ઘટનામાં 7 લોકોના કરુણ મૃત્યુ થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં કારચાલકની બેદરકારીના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો ઈનોવા કાર ઢોલ બુધના પીલર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુનો આંકડો વધી ગયો હોત. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ તથા મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં રોડ ઉપર ચારે બાજુ મૃતદેહ પડ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકોના રુવાટા ઉભા થઈ ગયા હતા.
આ ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ટ્વિટ કરતાં જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શન કરવા જય રહેલા કેટલાક લોકોને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકોએ કારનો પ્લેટ નંબર લખી લીધો છે. કારનો પ્લેટ નંબર MH 03 CK 0178 હતો. જેને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાના કારણે ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment