અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન ધૂમ ધામ થી સંપૂર્ણ કરવામાં આવ્યું. આ વચ્ચે દેશના લોકોના મનમાં તેને લઈને નવો જોશ જોવા મળ્યો હતો.તો આ સમય દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ના બબીતા એટલે કે મુનમુન દત્તાએ પણ રામ મંદિર ની તૈયારીઓ પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તો તેણે આ દિવસ ને ઐતિહાસિક ગણાવ્યો હતો. મુનમુન દત્તા એ ટ્વિટ કરીને પોતાની વાત રાખી જે બાદ અનેક લોકોના કમેન્ટ તેના પર આવવા લાગ્યા . કેટલા લોકો એ તેની પોસ્ટ ની પ્રશંસા કરી તો કેટલાકે તેને સલાહ પણ આપી હતી.
મુને ટ્વીટ કર્યું હતું કે ભારત માટે આ ઐતિહાસિક દિવસ. આપણી પેઢી માટે આ ઐતિહાસિક દિવસ છે, જેના આપણે સાક્ષી બની ગયા છીએ. એક ઇમોશનલ અને ખુશ થવા જેવી મુમેન્ટ છે. ભગવાન આપણી પર આવી જ રીતે કૃપા વરસાવતા રહે . બોલો જય શ્રી રામ, રામ મંદિર અયોધ્યા’.
બબિતાજી ના આ ટ્વીટ પર અચાનક યુઝર્સની કોમેન્ટ આવવા લાગી . એમાં ઇમરાન નામના એક મુસલમાન યુવાને કહ્યું કે ખોટું સેક્યુલારિઝમ બતાવવા માટે તમે ભલે રામ મંદિર નું સ્વાગત કર્યું, પરંતુ તે આપરાધિક ઘટનાની જગ્યા છે . જ્યાં ગેરકાયદે બાબરી ની દાવસ્ત કરવામાં આવી હતી . રામ મંદિર શું અમે તો માનીએ છીએ કે રામ એક કાલ્પનિક કિરદાર છે . કાલ્પનિક કિરદાર પર ફિલ્મ બને છે ,મંદિર બને છે કે પુરાણ લખવામાં આવે છે. એક યૂઝરે તેના વળતાં જવાબ માં લખ્યું કે મંદિર અહીં જ બનશે , ભલે દેશમાં મહામારી આવે પણ મંદિર અહીં જ બનશે.
બબીતાજીના આ ટ્વીટર રામ મંદિરના મામલાને લઈને અનેક યુવાનો પોતાનો રોષ બતાડવામાં મળ્યા . રામ મંદિરના એક બાજુ થતાં ભૂમિપૂજન ની સામે બબીતાજી ની પોસ્ટ ઉપર અનેક હિંદુ મુસ્લિમ યુવાનો વિવાદ કરવા મળ્યા .
Be the first to comment