14 મેનો દિવસ વિશ્વભરમાં મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ ગઈકાલે ગયેલો મધર્સ ડે ભાવનગરની(Bhavnagar) એક માતા ક્યારેય નહીં ભૂલી શકે… કારણકે મધર્સ દેના દિવસે જ માતા પોતાના લાડકવાયા દીકરાની અર્થીને કાંધ આપવા મજબૂર બની છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભાવનગરના સિદસર(Sidsar) ગામનું વતની અને પાલનપુરના Dyspનો દીકરો આયુષ(Ayush) છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં અભ્યાસ કરતો હતો.
આયુષનું લગભગ સાતેક દિવસ પહેલા કેનેડાના એક પુલની નીચેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યું હતું. જેનું મૃતદેહ ગઈકાલે વતન લાવવામાં આવ્યું હતું. દીકરાનું મૃતદેહ વતન આવતા જ આખા ગામની આંખો ભીની થઈ ગઈ હતી. મિત્રો તમને જણાવી દે કે ગત પાંચ તારીખના રોજ કેનેડામાં રહેતો આયુષ દરરોજની જેમ યુનિવર્સિટીએ ગયો હતો અને ત્યારબાદ તે અચાનક જ ગુમ થઈ ગયો હતો.
ત્યારબાદ બે દિવસ પછી ટોરેન્ટોમાં આવેલા એક પુલની નીચેથી આયુષનું મૃતદેહ મળી આવ્યું હતું. આયુષ પટેલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે સાડા ચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને આયુષના પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, આયુષ નો જીવ લેવામાં આવ્યો છે કે તેને સુસાઇડ કર્યું છે તે અંગે હાલમાં કેનેડા પોલીસ તપાસ કરી રહી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આયુષનું મૃતદેહ ભારત સરકારના પીએમ ઓફિસ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના સહયોગ અને બીએપીએસ સંસ્થાની મદદથી ભારત લાવવામાં આવ્યું છે. ગઈકાલે આયુષના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કાર વખતે મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.
જે દીકરાને સારા ભણતર માટે માતા પિતાએ કેનેડા મોકલ્યો હતો તે જ દીકરાનું મૃતદેહ વતન આવતા જ માતા-પિતાનું હૈયું કંપી ઉઠ્યું હતું. અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. દીકરા નું મૃતદેહ જોઇને માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment