મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં પોતાનો જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક 15 વર્ષના વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું છે. આ પગલું ભરતા પહેલા તેની સુસાઇડ નોટ પણ લખી હતી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીએ પોતાની માતાના જન્મદિવસના દિવસે આ પગલું ભર્યું હતું.
મળતી માહિતી અનુસાર આ ઘટના અલવરના બેહરોર વિસ્તારમાં બની હતી. બેહરોડના ભગવાડી ખુદી ગામની સિનિયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષિકા કંચનના પતિનું અવસાન થયું છે. પતિના મૃત્યુ બાદ કંચનબેનની વિધવા કોટામાં નોકરી લાગી ગઈ હતી. મળતી માહિતી અનુસાર કંચનબેન ભાડાના મકાનમાં પોતાના 15 વર્ષના દિકરા રોહિત સાથે રહેતા હતા. રોહિત એક ખાનગી શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો.
મળતી માહિતી અનુસાર રોહિતની મોટી બહેન તેના મામાના ઘરે રહેતી હતી. તે ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી અનુસાર રોહિત બે દિવસથી નવા સ્કૂલ યુનિફોર્મ માટેની જીદ કરી રહ્યો હતો. પરંતુ કંચનબેન પોતાના કામમાં વ્યસ્ત હોવાના કારણે રોહિતને નવો યુનિફોર્મ અપાવી શક્યા નહીં. શુક્રવારના રોજ કંચનબેનનો જન્મદિવસ હતો.
આ દિવસે કંચન બેને રોહિતને વચન આપ્યું હતું કે, શાળાએથી પાછા ફર્યા બાદ તેને સાંજે નવો યુનિફોર્મ અપાવી દઈશ. શાળાએ જતા પહેલા રોહિતે પોતાની માતાને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. સાથે રોહિતે યુનિફોર્મ અપાવવા માટેની પણ વાત કરી હતી. રોહિત વારંવાર યુનિફોર્મ ની વાત કરતો હતો, તેથી માતા કંચનબેનને તેને ઠપકો આપ્યો હતો. આ વાતનું રોહિતને ખૂબ જ ખોટું લાગી ગયું અને તેને સુસાઇડ કરી લીધું હતું.
મળતી માહિતી અનુસાર કંચનબેન સાંજે જ્યારે શાળાએથી રાજી ખુશી ઘરે પાછા આવ્યા, ત્યારે તેમને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. જેથી કરીને પોતાના દીકરા રોહિતને ફોન કર્યો, પરંતુ ફોન પણ કોઈ ઉપાડતું હતું નહીં. છેવટે ગભરાઈને કંચન બેસીને પડોશીની મદદ થી રૂમનો દરવાજો તોડ્યો હતો. ત્યારે રૂમની અંદર છે પંખા સાથે લટકતી હાલતમાં રોહિતનું મૃતદેહ મળી આવ્યું હતું.
રોહિત એક કાગળમાં લખ્યું હતું કે હવે તમારે ક્યારેય પણ સ્કૂલ માટે મોડું નહીં થાય. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ ઉપરાંત રોહિતે આ પગલું ભર્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. રોહિતે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તમે ક્યારેય પણ હવે સ્કૂલેથી મોડું નહીં કરો, વિશ્વની શ્રેષ્ઠ જન્મદિવસની ભેટ, હેપી બર્થ ડે મમ્મી…
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment