આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક ગુંદા ગામના પાટીયા પાસે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અહીં ગામના પાટીયા પાસે લાકડાથી ભરેલો છકડો રીક્ષા ની ટક્કરના કારણે રાજકોટના એકટીવા ચાલક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનના લગ્ન આઠ મહિના પહેલા થયા હતા. તેની પતી ગર્ભવતી હતી એટલે તે પોતાની પત્નીને મળવા માટે તેના પિયરમાં જતો હતો. આ દરમિયાન રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં તેનું કરુણ મોત થયું હતું.
આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના ન્યુ થોરાળા વિસ્તારની સર્વોદય સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ પરમાર ગઈકાલે વહેલી સવારે પોતાની એકટીવા લઈને સસરાના ઘરે જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં એક છકડો રીક્ષા ચાલકે તેમની એકટીવા ને ટક્કર લગાવી હતી. જેના કારણે પ્રકાશભાઈ રોડ પર પડ્યા હતા. આ કારણોસર તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની માહિતી મળ્યા બાદ કુવાડવા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રકાશભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પ્રકાશભાઈ ઘરની પાસે કરિયાણાની દુકાન ચલાવતા હતા.
આઠ મહિના પહેલા તેમના લગ્ન થયા હતા. હાલમાં તેમની પત્ની મીનાક્ષીબેન ગર્ભવતી હતા એટલે તેઓ પોતાના માવતરના ઘરે હતા. જેથી પ્રકાશભાઈ પોતાની પત્નીને મળવા માટે જતા હતા, આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. હાલમાં તો પોલીસે છકડો રીક્ષા ચાલક વિરોધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment