આજકાલ રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. ઘણા અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે ચીખલી તાલુકાના મજીગામ ખાતે એક અકસ્માતની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ મજાગામ ખાતે હાઇવે નંબર 48 પર એક એસટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં 7 જેટલા લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ સેલવાસથી કોપર ભરીને વડોદરા તરફ જઈ રહેલા.
એક કન્ટેનર નંબર DN 09 N 9811 માં નેશનલ હાઈવે પર રોડની સાઈડમાં ચાલકે કન્ટેનર ઊભું રાખ્યું હતું. તે દરમ્યાન ચીખલી થી આવી રહેલી એક એસ.ટી બસ નંબર GJ 18 ZD 3889 ના ચાલકે પોતાના સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા સાઈડમાં ઉભેલ આ કન્ટેનરના પાછળના ભાગમાં એસ.ટી.બસને ઘુસાવી દીધી હતી.
આ સમગ્ર ઘટના બનતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત બસ ડ્રાઇવર અને કંડકટર સહિતના અન્ય સાત જેટલા લોકો અને 108 મારફતે ચીખલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં ઇજા પામેલા લોકોના નામ પણ સામે આવ્યા છે. હસમુખભાઈ ધુરીયાભાઈ પટેલ (ડ્રાઇવર), રાજેશ ઉકાભાઇ પટેલ (કંડકટર).
આ ઉપરાંત લક્ષ્મીબેન બાબુભાઇ રાઠોડ, ભારતીબેન મહેશભાઇ હળપતિ, ગીતાબેન સુરેશભાઈ પટેલ, વિજય ભાઈ રણછોડભાઈ ગોસાઈ, ચોયીત્ય મનીષ પટેલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment