ટેન્કર ડ્રાઇવરને નીંદર આવવા ના કારણે ટ્રેલર સાથે મારી જબરદસ્ત ટક્કર, ગેસ લીકેજ થવાના કારણે…

Published on: 10:35 am, Sun, 29 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. અમુક એવા ડ્રાઇવર હશે કે જે શરૂ ને સુઈ જાય છે ત્યારે તેવી ઘટના સામે આવી છે.

આ ઘટના ઉદયપુરની છે. મળતી માહિતી મુજબ ઉદયપુરના ગોવર્ધન વિલાસ વિસ્તારના મેલ ગામ પાસે વહેલી સવારે ઓરવટેક કરતી વખતે એક ટેન્કર ટ્રેલર સાથે જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં ટેન્કરમાંથી દ્રાવક રાસાયણિક ગેસ બહાર નીકળ્યો હતો તેના કારણે તાત્કાલિક બે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. તેના કારણે ઉદયપુર અને અમદાવાદ હાઈવે પર લગભગ 1 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

મળતી માહિતી મુજબ ટેન્કર મદ્રાસ સુધી ગુજરાતમાં બરોડા તરફ જઇ રહ્યું હતું. મળતી માહિતી મુજબ ટેન્કરમાંથી કેમિકલ ભરેલું હતું.

ત્યારે રસ્તામાં અચાનક ડ્રાઇવર ને નીંદર આવે છે અને તેના કારણે આ સમગ્ર અકસ્માતો સર્જાય છે. એના કારણે ટેન્કર એક ટ્રેલરની જબરદસ્ત ટક્કર મારી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ડ્રાઈવર નું મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!