વડોદરામાં ચા પીવા ગયેલા વૃદ્ધ વ્યક્તિને રિવર્સ આવતા ડમ્પરે કચડી નાખ્યા, વૃદ્ધ વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત… વાતાવરણ મરણચીસથી ગુંજી ઉઠ્યું…

વડોદરામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર હાઇવે પર આવેલા કુરાલ ગામ નજીક ગોકુળ હોટલમાં ચા પીવા ગયેલા 66 વર્ષના વૃદ્ધ વ્યક્તિને ડમ્પર ચાલકે કચડી નાખ્યા હતા. આ કારણસર વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું કરુણ મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે ચા પીધા બાદ વ્યક્તિ ખુલ્લા મેદાનમાં લઘુશંકા કરી રહ્યા હતા. આ દરમિયાન રિવર્સ આવી રહેલા ડમ્પર ચાલકે વૃદ્ધ વ્યક્તિને અડફેટેમાં લીધા હતા. આ કારણોસર તેમનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને વડુ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિનું નામ ભીખાભાઈ મેલાભાઈ વસાવા હતું અને તેમની ઉંમર 66 વર્ષની હતી. ભીખાભાઈ પાદરા તાલુકાના સાંપલા ગામના રહેવાસી હતા. સારો એવો વરસાદ પડતો હતો તેથી ભીખાભાઈ પાદરા જંબુસર હાઇવે પર આવેલા ગોકુલ હોટલ ખાતે ચા પીવા માટે ગયા હતા. ચા પીધા બાદ તેઓ હોટલના ખુલ્લા મેદાનમાં લઘુશંકા કરી રહ્યા હતા.

આ દરમિયાન મેદાનમાં પડેલા ડમ્પરના ચાલકે અચાનક જ જોયા વગર ડમ્પર રિવર્સ લીધું હતું. જેના કારણે ભીખાભાઈ ડમ્પરની નીચે કચડાઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ ભીખાભાઈના પરિવારના સભ્યો પણ ત્યાં દોડી આવ્યા હતા. ભીખાભાઈ ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ભીખાભાઈ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થયેલા ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*