મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ચોમાસાની જેમ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે. અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઘણો બધો પાક બગડી ગયો છે.
મિત્રો તમે જણાવી દઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. ત્યારે તમે સોશિયલ મીડિયા પર કરા પડવાના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે આજે ઘણો જૂનો કરા પડવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં કરા પડવાના એવા ભયાનક દ્રશ્યો સર્જાયા છે કે વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા ઉભા થઈ ગયા છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વરસાદના કારણે એક ખેતરમાં વધારે પડતો પાણી ભરાઈ ગયું છે. આ દરમિયાન મોટા મોટા પથ્થર જેવા કરા આકાશમાંથી વરસી રહ્યા છે. ખેતરમાં ભરાયેલા પાણીમાં જ્યારે કરા પડે છે ત્યારે એવું લાગે છે કે આકાશમાંથી તોપના ગોળા વરસી રહ્યા છે.
કરા પડવાના દ્રશ્યો ખૂબ જ ભયાનક જોવા મળી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે. તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જેથી અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થયેલો વિડિયો નેપાળનો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર ગઢડાના એક હાઇવેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં રોડ ઉપર ચારેય બાજુ બરફ જામી ગયો હતો અને કશ્મીર મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
કરા પડવાના આવા ભયાનક દ્રશ્યો તો પહેલા ક્યારેય નહીં જોયા હોય… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/8bVjUJISzh
— GUJJU ROCKZ (@gujju_rockz) March 19, 2023
આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. હાલમાં તો ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભર ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઇ રહે છે. આવા વાતાવરણના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment