મિત્રો અત્યારનો સમય ખૂબ જ આધુનિક બની ગયો છે. આ આધુનિક સમયમાં દરેક લોકો પોતાનો ધંધો ચલાવવા માટે કંઈકને કંઈક અલગ કરવાની કોશિશ કરતા હોય છે. જેના કારણે ઘણા લોકોએ અત્યાર સુધીમાં સફળતા મેળવી છે. જ્યારે ઘણા લોકોને નિષ્ફળતાનો પણ સામનો કરવો પડે છે. ત્યારે એક વાળ કાપવા વાળા એ પોતાનો ધંધો ચલાવવા માટે કંઈક એવું મગજ વાપર્યું કે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.
આ વાળ કાપવા વાળાની દુકાન પુણેની અંદર આવેલા આલંદી વિસ્તારમાં આવેલી છે. અહીં દાઢી કરાવવા આવેલા કસ્ટમરની દાઢી સોનાના રેઝરથી કરવામાં આવે છે. મિત્રો આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ હકીકતમાં આ વાત સાચી છે. અહીં 8 તોલાના સોનાના રેઝરથી દાઢી કરવામાં આવે છે. મિત્રો ખાસ વાત એ છે કે સોનાના રેઝરથી દાઢી કરાવી ખૂબ જ મોંઘી નથી.
મળતી માહિતી અનુસાર અહીં દાઢી કરાવવા માટે માત્ર અને માત્ર 100 રૂપિયા ચૂકવવા પડે છે. જેના કારણે અહીં દાઢી કરાવવા માટે લોકોની લાંબી લાઈન લાગે છે. તમને જણાવી દઈએ કે ભારતીય સંસ્કૃતિની અંદર સોનાનું ખૂબ જ મહત્વનું છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો સોનાના ઘરેણા બનાવીને ગળામાં અને કાંડામાં પહેરવાના ખૂબ જ શોખીન હશે.
તેથી આ વ્યક્તિએ પોતાની દુકાનની અંદર કંઈક અલગ કરવા અને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે સોનાનું રેઝર વાપરવાનું વિચાર્યું હતું. જેના કારણે દુકાનના માલિક 8 તોલા સોનાની રેઝર બનાવડાવે છે. ત્યારબાદ અહીં દુકાનમાં આવતા ગ્રાહકોની દાઢી સોનાના રેઝરથી કરવામાં આવતી હતી. ધીમે ધીમે આ વાત લોકો વચ્ચે ફેલાતી ગઈ અને અહીં દુકાન પર દાઢી કરાવવા માટે કસ્ટમરની લાંબી લાઈનો લાગવા લાગી.
એટલું જ નહીં પરંતુ ઘણા લોકો તો આ સોનાની રેઝર જોવા માટે અહીં દાઢી કરાવવા માટે આવતા હતા. દુકાનદારે સોનાની રેઝરથી દાઢી કરવા માટે માત્ર 10o રૂપિયા કિંમત રાખી છે. મળતી માહિતી અનુસાર સોનાની રેઝર બનાવવા માટે આઠ તોલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ આ સોનાની રેઝરની કિંમત ચાર લાખ રૂપિયા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ દુકાન પર એક ગ્રાહક 200 km દૂરથી મુસાફરી કરીને અહીં દાઢી કરાવવા માટે આવ્યો હતો. આ ગ્રાહકનું કહેવું હતું કે મારી આર્થિક પરિસ્થિતિ એવી નથી કે હું સોનુ ખરીદી શકું, પરંતુ સોનાની રેઝરથી દાઢી કરાવવાથી હું ખૂબ જ ખુશ છું અને મને આ ખૂબ જ સરસ લાગ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment