મિત્રો ભારત દેશમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં લોકોનું જવું સપનું હોય છે. પરંતુ આ જગ્યાએ પહોંચવાનો રસ્તો પણ ખૂબ જ મુશ્કેલી ભર્યો હોય છે. પહાડી વિસ્તારમાં ફરવા જવું તે કઈ જોખમી કામથી કામ નથી. અમુક વખત બસ કે કારના ડ્રાઇવરો કેવી રીતે જોખમી ડ્રાઇવિંગ કરતા હોય છે કે જે જોઈને આપણો શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે.
સોશિયલ મીડિયામાં ભારતમાં આવેલા ઉત્તરાખંડ અને હિમાચલના ઘણા બધા પહાડોના રસ્તા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે. ત્યાં ડ્રાઇવિંગ કરવું ખૂબ જ જોખમી હોય છે. ત્યારે હાલમાં એક પહાડ પર જતી બસનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વિડિયો હિમાચલ રોડ પરિવહનનો છે. જેમાં તમે જોઈ શકો છો કે, એક બસ ખતરનાક પહાડ ઉપર પહોંચી છે અને તે ઝરણાની વચ્ચેથી પસાર થતી જોવા મળી રહે છે. આ વિડીયો જોઈને ઘડીક વાર તો ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.
વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર ટ્રાવેલિંગ ભારત નામના પેજ પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શન માં લખવામાં આવ્યું હતું કે, “હિમાચલ પ્રદેશની HRTC બસમાં ચંબાથી કિલાર સુધીનો રોમાંચક સફર”. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બસ ચાલક કેવી રીતે ખતરનાક પહાડ ઉપર ઝરણાની વચ્ચેથી બસ પસાર કરે છે.
વીડિયો જોઈને લોકો બસ ચાલકની ડ્રાઇવિંગના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રસ્તોને સમુદ્ર તટથી 4420 મીટરની ઊંચાઈ પર આવેલો છે. આ રસ્તો ખૂબ જ કઠિન છે અને માહિતી પસાર થતા લોકો પોતાનું જીવ જોખમમાં મૂકીને રસ્તો પસાર કરે છે.
A thrilling ride from Chamba to Killar in a HRTC bus, Himachal Pradesh pic.twitter.com/JHw2JZR6tn
— Traveling Bharat (@TravelingBharat) November 4, 2022
મળતી માહિતી અનુસાર આ વિડીયો 2018નો છે. પરંતુ ફરી એક વખત આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 4 નવેમ્બરના રોજ વિડીયો બીજી વખત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં આ વિડીયો 16 લાખથી પણ વધારે લોકો એ જોયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment