ઓ…હો…હો…! પર્વત પરથી નીચે પડતા મોટા મોટા પથ્થરોએ ત્રણ કારને કચડી નાખી, 2 લોકોના દર્દનાક મોત… કઠણ કાળજુ હોય તો જ વિડિયો જોજો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં રસ્તા ઉપર ઉભેલી એક કાર સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બને કે વિડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે. આ ઘટના મંગળવારના રોજ સાંજના સમયે બની હતી. વિગતવાર વાત કરે તો નાગાલેન્ડના કોહિમા-દીમાપુર હાઇવે પર મંગળવાર ના રોજ સાંજના સમયે ભૂસ્ખલનની ઘટના બની હતી.

અકસ્માત બાદ કારનો કાટમાળ રસ્તા પર વિખરાયેલો રહ્યો હતો. જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

આ દરમિયાન હાઇવે ની બાજુમાં એક ઊંચા પહાડ પરથી અચાનક જ મોટા મોટા પથરા નીચે પડવા લાગ્યા હતા. આ દરમિયાન એક મોટો પથ્થર નીચે પડતા જ હાઇવે પર ઉભેલી ત્રણ કારને કચડી નાખી હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર સમગ્ર અકસ્માતની ઘટના કચડાઈ ગયેલી કારની પાછળ પાર્ક કરેલા કારના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે માત્ર પાંચ જ સેકન્ડમાં બે મોટા મોટા પથ્થર ત્રણ કારને કચડી નાખે છે. હાલમાં આ ભયંકર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ વડીયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મસમોટા પથ્થરો પડતાં એક કાર પલટી ગઈ હતી, જેને લોકોએ સીધી કરી હતી.

વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ સાંજના સમયે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતના કારણે ઘટના સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં તો સમગ્ર ઘટનાને પોલીસે મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોની માહિતી એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. હજુ સુધી કોઈની પણ ઓળખ થઈ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*