મોરબીમાં બનેલી દુર્ઘટનાની ચર્ચાઓ હાલમાં ચારે બાજુ ચાલી રહે છે. રવિવારના રોજ મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે ચારેબાજુમાં તમે છવાઈ ગયો છે. રવિવારના રોજ સાંજના સમયે મોરબીમાં આવેલો ઝુલતો પુલ અચાનક જ તૂટી પડ્યો હતો. જેના કારણે પુલ પર હાજર લગભગ 400 જેટલા લોકો પાણીમાં પડ્યા હતા.
જેમાંથી ઘણા લોકોના જીવ બચી ગયા છે અને ઘણા લોકો દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. આ ઘટનામાં ઘણા હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. ત્યારે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના એક ક્ષત્રિય પરિવારના બે બાળકોએ મોરબીમાં બનેલી દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટના બનતા જ સમગ્ર ખંભાળિયા પથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મળતી માહિતી અનુસાર ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ રહીશ અને હાલ મોરબી ખાતે રહેતા હિતેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિના દીકરો રવિરાજસિંહ જાડેજા તથા અરવિંદસિંહ જાડેજાનો દીકરો મિતરાજસિંહ જાડેજા રવિવારના રોજ એટલે કે 30 તારીખના રોજ સાંજે મોરબી ખાતે આવેલા ઝૂલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા.
ત્યારે કેપેસિટી કરતા પણ પૂલ ઉપર વધારે લોકો આવી ગયા હતા જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં રવિરાજસિંહ જાડેજા અને મિતરાજસિંહ જાડેજાનું પણ દુઃખદ અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને બાળકોની ઉંમર આશરે 12 થી 13 વર્ષ વચ્ચેની હતી.
મળતી માહિતી અનુસાર બંને બાળકો તેમના માતા અને પરિવારજનો સાથે ઝુલતા પુલ પરથી પસાર થઈ ગયા બાદ તેમના માતા વગર તેઓ નજીકમાં આવેલા એક મંદિરે ગયા હતા. મંદિરેથી દર્શન કરીને બંને બાળકો ફરી પાછા પુલ પર પહોંચી ગયા હતા.
ત્યારે બંને બાળકો કાળનો કોળિયો બની ગયા હતા. આ ઘટના બનતા સમગ્ર ખંભાળિયા પથકમાં માત્ર છવાઈ ગયો છે. ક્ષત્રિય પરિવારના કુળના બે દીપક ઓલવાઈ જતા ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment