ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પાસે બનેલી એક રુવાડા બેઠા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉજ્જૈન અને પાવાગઢ થી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને આજરોજ વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા 4 લોકોના મૃતદેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૂળ રાજસ્થાનનો અને સુરતમાં રહેતો પરિવાર ઉજ્જૈન દર્શન કરવા માટે ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે તેઓએ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન પણ કર્યા હતા.
માતાજીના દર્શન કરીને પરિવાર સુરત પરત ફરી રહ્યો હતો. ત્યારે વડોદરા નજીક જરોદ પાસે આવેલી હોટલ વે વેટ પાસે તેમની SUV કાર એક કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ અને NDRFની તીન ઘટના સ્થળે પહોંચી આવી હતી. કન્ટેનર ની પાછળ ઘૂસી ગયેલી કારને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતની ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી પરંતુ હાલમાં આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને માંડ માંડ કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં. જ્યારે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment