ગાંધીનગરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરમાં એક 12 વર્ષની બાળકી સાથે કંઈક એવું બન્યું કે પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મળતી માહિતી અનુસાર ગાંધીનગરના દેહગામના સાણંદમાં દંપતી મજૂરી અર્થે ગયું હતું. ત્યારે સ્કૂલેથી 12 વર્ષની દીકરી ઘરે આવીને પોતાનું હોમવર્ક કરવા બેસી જાય છે.
ત્યારે ઘરના એક ખૂણામાં પડેલી ચોપડી લેવા માટે દીકરી જાય છે. આ દરમિયાન ખૂણામાં છુપાઈને બેઠેલો ઝેરી સાપ દીકરીને ડંખ મારે છે. જેના કારણે બાર 12ની માસુમ બાળકીનું રીબાઇ રિબાઈને કરુણ મોત થયું હતું. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ભરતભાઈ ચૌહાણની 12 વર્ષની દીકરી માહી પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી હતી. સાણંદમાં શાળા બે પાળીમાં ચાલતી હોવાથી માહી બપોરે 1:00 વાગ્યે શાળામાંથી છૂટીને ઘરે આવી ગઈ હતી.
આ દરમિયાન માહિની માતા મજૂરી કામ પર ગઈ હતી અને તેના પિતા પણ ઘરે હાજર ન હતા. સાંજે પાંચેક વાગ્યાની આસપાસ માહી ઘરે શાળાનું લેશન કરતી હતી. ત્યારે માહી ઘરના એક ખૂણામાં પડેલી એક ચોપડી લેવા ગઈ હતી. આ દરમિયાન ખૂણામાં છુપાયેલા એક ઝેરી સાપે એકદમ બાળકી ઉપર પ્રહાર કર્યો હતો અને તેને ડંખ માર્યો હતો.
જેના કારણે બાળકી એ બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ પડોશમાં રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી માહીને તાત્કાલિક દેહગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાંથી દીકરીને વધુ સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે માહીને મૃત જાહેર કરી હતી. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ સાપનો ડર જોવા મળ્યો હતો. આ કિસ્સો દરેક માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment