હે ભગવાન..! મંદિરે દર્શન કરીને ઘરે આવતા પરિવારની કાર પલટી ખાઈ જતા સર્જાયો ભયંકર અકસ્માત, એક મહિલાનું ઘટનાસ્થળે દર્દનાક મોત…

છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં અકસ્માત(accident)ની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં નેશનલ હાઈવે પર શ્રદ્ધાળુઓથી ભરેલી કારને ટેમ્પાએ જોરદાર ટક્કર લગાવી હતી, જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી.

જેમાં 1 મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા .ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને કબજે લઈને ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

टेंपो की टक्कर से एक्सीडेंट, महिला की मौके पर मौत; बाबा के दर्शन करने गया  था परिवार | Nuh Road Accident, Tempo Hits Car, Woman Killed, Family Injured  - Dainik Bhaskar

અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના હરિયાણાના નુહ જિલ્લાના તાવડુ સબ ડિવિઝનમાં નેશનલ હાઈવે ઉપર બની હતી. આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના રહેવાસી પ્રકાશ નામના વ્યક્તિએ જણાવજો કે, તે તેના પરિવારના 11 સભ્યો સાથે મિત્રની કારમાં ભીવાડી મોહન રામ બાબાના દર્શન કરવા માટે ગયો હતો. દર્શન કરીને તેઓ ગુરૂવારના રોજ બપોરના સમયે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઘરે આવી રહ્યા હતા.

જાણવા મળી રહ્યું છે કે કાર ચાલક સામેથી આવતા ટ્રકને ઓવરટ્રેક કરી રહ્યો હતો. ત્યારે એક ઓટો રીક્ષા ચાલક ખૂબ જ બેદરકારીપૂર્વક પોતાની ઓટો ચલાવી રહ્યો હતો. જ્યારે તેને બચાવવામાં કાર ચાલકે પોતાની કાર રોડની એક બાજુ લીધી હતી. ત્યારે પાછળથી આવતા ટેમ્પા એક કારને જોરદાર ઠક્કર લગાવી હતી.

જેના કારણે કારના ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં નીલમ નામની મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, આ કારણોસર નીલમનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*