ઓ ભાઈ સાવ આમ ન હોય..! સુરતમાં એક યુવકે ઓફિસની બહાર પડેલી કંઈક એવી વસ્તુની ચોરી કરી કે…વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો…

સુરત શહેરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. તમે ચોરી અને લૂંટના ઘણા અવારનવાર વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બનેલી એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ઓફિસની બહાર પડેલી કંઈક એવી વસ્તુ ચોરી કરી કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિગતવાર વાત કરીએ તો સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા કંથરીયા હનુમાનજીની આવેલા સિલ્વર સ્ટોન આર્કેડ નામના શોપિંગ મોલમાં વહેલી સવારે આ ઘટના બની હતી.

અહીં વહેલી સવારે એક યુવક શોપિંગ મોલના ત્રીજા માળે એક ઓફિસની બહાર આંટાફેરા મારતો નજરે પડ્યો હતો. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ યુવક ચોરીના ઈરાદે અહીં આવ્યો હશે. પરંતુ આ યુવકના હાથમાં કઈ લાગ્યું નહીં. ત્યારે તેને ઓફિસની બહાર ચંપલ મૂકવાના ઘોડામાં પડેલું ન્યુઝ પેપર ચોરી કર્યું હતું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ ન્યૂઝ પેપર પોતાના હાથમાં લઈને વાંચવા લાગે છે. ત્યારબાદ આજુબાજુ જોવે છે અને કોઈની નજર ન હોય તેમ ત્યાંથી ન્યૂઝ પેપર લઈને રફુચક્કર થઈ જાય છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સવારના સમયે જ્યારે ઓફિસના માલિક ઓફિસે આવે છે અને ન્યૂઝ પેપર જોતા નથી. ત્યારે તેઓ સીસીટીવી કેમેરા ચેક કરે છે. ત્યારે તેમને ખબર પડે છે કે તેમના છાપાની ચોરી થઈ ગઈ છે. મિત્રો વિચારો તો ખરા કાંઈ નહિ તો હવે ચોર સામાન્ય છાપાની ચોરી કરી રહ્યા છે.

આ પહેલા પણ સિલ્વર સ્ટોનમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં એક યુવકે ઓફિસની બહાર પડેલા ચંપલ ની ચોરી કરી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*