ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. સૌપ્રથમ મોટી ઉંમરના વ્યક્તિઓ માટે હાર્ટ એટેકના બનાવો વધ્યા હતા અને હવે નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે.
ત્યારે સુરતમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી રહી છે. સુરતમાં અમરોલીમાં 23 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો અમરોલીમાં છાપરાભાઠા ખાતે રહેતા 23 વર્ષીય સાહિલ રાઠોડ નામના યુવાનનું ઊંઘમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
નાની ઉંમરે દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સાહિલ રાઠોડ મનપામાં આરોગ્ય વિભાગમાં કોન્ટ્રેક પર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ગઈકાલે સાહિલ પરિવાર સાથે જમ્યા બાદ સુઈ ગયો હતો. ત્યારે રાત્રે અચાનક જ 12:00 વાગ્યા ની આસપાસ સાહિલના છાતીમાં દુખાવો પડ્યો હતો. એટલે પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે સાહિલની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાહિલના લગ્ન થઈ ગયા હતા. તેને એક મહિનાની દીકરી પણ છે. ઘટના બનતા જ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment