હાલમાં ચારેય બાજુ મોરબીમાં રવિવારના રોજ બનેલી દુર્ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે. અહીં ઝુલતો પુલ તૂટી પડતા લગભગ 400 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં અનેક આખા પરિવારો દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. આ ઘટનામાં ઘણા લોકોએ પોતાના માતા-પિતા અથવા તો પતિ-પત્ની અથવા તો બાળકો ગુમાવ્યા છે.
પુલ ઉપર તેની કેપીસીટી કરતાં પણ વધારે સંખ્યામાં લોકો આવ્યા હતા. આ કારણોસર પુલ તૂટ્યો હતો એવું કારણ સામે આવ્યું છે.ની ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યારે આજે આપણે આ ઘટનાનો ભોગ બનેલા એક પરિવારની વાત કરવાના છીએ.
મોરબીમાં બનેલી દુર્ઘટનામાં કેરાળા હરીપરનો એક આખો પરિવાર હવે આ દુનિયામાં નથી રહ્યો. મોરબીમાં બનેલી દુર્ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કેરાળાના હરીપર ગામના ભાવિનભાઈ તેમની પત્ની અને તેમના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ભાવિનભાઈ પોતાની પત્ની સ્વુતિબેન અને દીકરા આરવ કુમાર સાથે મોરબીના ઝુલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા. ત્યારે અચાનક જ ભૂલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં પુલ પર હાજર સેકડો લોકો એક સાથે પાણીમાં પડ્યા હતા.
તેમાં ભાવિન ભાઈના પરિવારનો પણ સમાવેશ થયો હતો. આ ઘટનામાં ભાવિનભાઈ, તેમની પત્ની સ્વુતિબેન અને દીકરા આરવનું કરુણ મૃત્યુ થયું છે. એક જટકામાં આંખો પરિવાર સાફ થઈ જતા અન્ય પરિવારના લોકો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
આવી જ રીતે આ ઘટનામાં ઘણા પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે. અને ઘણા તો આખીને આખા પરિવાર આ ઘટનામાં ચાલ્યા ગયા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને આત્માને ભગવાન શાંતિ આપે તેવી આપણે પ્રાર્થના કરવી જોઈએ. ભાવિનભાઈ અને તેમના પરિવારનું આ ઘટનામાં મૃત્યુ થતાં સમગ્ર હરીપર ગામમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment