હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મંદિરે દર્શન કરવા ગયેલા દાદાને રસ્તામાં એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. તો ચાલો આ વિચિત્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ. મિત્રો અત્યાર સુધીમાં રખડતા આખલા અને કૂતરાઓએ લોકોનો જીવ લીધો હોય તેવી ઘટના તમે સાંભળી હશે.
પરંતુ હાલમાં બનેલી ઘટનામાં મધમાખીઓ એક વ્યક્તિના મોતનું કારણ બની છે. વિગતવાર વાત કર્યો તો નવસારીમાં વીરવાડી સ્થિત હનુમાનજીના મંદિરે દર્શનાર્થે પહોંચેલા કબીરપુર કેસર પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ વ્યક્તિ ઉપર સેકડો મધમાખીઓએ અચાનક જ પ્રહાર કરી દીધો હતો. મધમાખીઓનું ટોળું એક સાથે વૃદ્ધ વ્યક્તિ ઉપર તૂટી પડ્યું હતું.
ત્યાર પછી વૃદ્ધ વ્યક્તિને યોગ્ય સારવાર મળે તે પહેલાં તો તેમનું મૃત્યુ થઈ ગયું હતું. મૃત્યુ પામેલા ગુણવંતભાઈ મગનલાલ નાયક હતું. ગુણવંતભાઈ રવિવારના રોજ સાંજના 5.15 વાગ્યાની આસપાસ વીરવાડી સ્થિત હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાર પછી તેમને પોતાની બાઈક મંદિરના કમ્પાઉન્ડની આગળ પાર્ક કરી હતી અને પછી મંદિરની અંદર જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન મધમાખીના એક ટોળાએ ગુણવંતભાઈ પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં હજારો મધમાખીઓ ગુણવંતભાઈના માથાના ભાગે નાકના ભાગે અને કાનમાં ઘૂસી ગઈ હતી. અચાનક જ બનેલી આ ઘટનાના કારણે વૃદ્ધ વ્યક્તિ હેબતાઈ ગયા હતા. ત્યાર પછી તો તેમને હિંમત રાખીને આ ઘટનાની જાણ પોતાના પરિવારના સભ્યોને કરી હતી.
ત્યાર પછી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તો તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તેનું મૃત્યુ થતાં જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. હાલમાં ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચાલી રહે છે. અચાનક જ મધમાખી હોય ગુણવંતભાઈ પર પ્રહાર કેમ કર્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment