કોરોના મહામારી ના કપરા સમયમાં દર્દીઓની સેવામાં 150 એમ્બ્યુલન્સ સેવાઓ એક અઠવાડિયાના વિક્રમસર્જક સમયમાં સંપૂર્ણ સુવિધા સાથે મુખ્યમંત્રીએ કાર્યરત કરી હતી. કેમકે વિજય રૂપાણીએ કોર કમિટીમાં એક અઠવાડિયા પૂર્વે લીધેલા નિર્ણય ત્વરિત સંધન પારદર્શી અમલીકરણ કરાયું છે.
જન્મદિવસ માં ઓક્સિજન સુવિધા તબીબી સુવિધા અને તબીબી સાધનોથી સજ્જ થઇ જશે.150 એમ્બ્યુલન્સ સેવાઓ કચ્છ થી ડાંગ સુધીના સમગ્ર જિલ્લા માટે કાર્યરત થઈ જશે.
મુખ્યમંત્રીના દિશાદર્શન આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી ₹26 કરોડના ખર્ચે 150 એમ્બ્યુલન્સ સેવાઓ જન આરોગ્ય સેવા કાફલામાં જોડી દેવામાં આવી હતી.
અશક્યને શક્ય બનાવવા ની આગવી પ્રતિબધ્ધતા સાથે કોરોના કપરા કાળમાં લોકોની આરોગ્ય સારવાર રક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
કોરોના સંક્રમણ ની વ્યાપકતા ના આ સમયમાં રાજ્યમાં ડાંગ જેવા અંતરિયાળ વિસ્તાર થી માંડી કચ્છના સરહદી ક્ષેત્ર સુધી જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવાઓ સજ્જ છે.
એટલું જ નહીં પરંતુ જીપીએસ સિસ્ટમ, સ્માર્ટફોન અને અનુભવી કર્મચારીઓ દ્વારા સેવા નુ પેપર લેસ ડિજિટલ મોનીટરીંગ સી.એમ ડેસ્ક બોર્ડ દ્વારા થઈ શકશે. આ નવી 150 એમ્બ્યુલન્સ સેવાનો આજથી જ કાર્યરત થઇ જતા.
રાજ્યમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેની સજ્જતામાં વધુ સગવડ જોડાઈ જવાથી સમયસર ત્વરિત સુવિધા મળશે અને આ આરોગ્ય સેવા જીવન રક્ષક બની રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment