હવે તો હદ કરી છે! લીંબુના ભાવ બાદ હવે ટામેટાના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતા…

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, રાંધણ ગેસ શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું હતું.

આ કારણોસર ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું. તેથી આ વર્ષે લીંબુના ભાવ ભુક્કા બોલાવી રહ્યા છે. ત્યારે હવે લીંબુના ભાવ બાદ ટામેટાના ભાવમાં પણ વધારો થઇ શકે તેવી શક્યતાઓ છે. ટમેટાના મોટા ઉત્પાદકોએ ભાવ વધે તેવો સંકેત આપ્યો છે.

મળતી માહિતી અનુસાર ટમેટાના પાક પર જીવાતનું પ્રમાણ વધવાના કારણે ટમેટાનું ઉત્પાદન ઓછું થઈ શકે તેવી શક્યતાઓ છે. જો તમે ટન ઉત્પાદન ઓછું થયું તો ટામેટાનો ભાવ પણ લીંબુની જેમ જ વધી શકે છે. હાલમાં ટામેટાની કિંમત અલગ-અલગ શહેરોમાં 20 થી 40 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી છે.

જો ટમેટાનું ઉત્પાદન ઘટયું તો ટામેટાનો ભાવ વધવાની શક્યતાઓ વધુ છે. આગામી થોડા અઠવાડિયામાં ટામેટાના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. ટમેટા સૌથી વધુ ખાવામાં આવતી શાકભાજીમાની એક છે. ટમેટાની ખેતીથી ખેડૂતને સારી આવક મેળવી શકે છે.

પરંતુ ટમેટાની સ્ટોરેજની સુવિધાના અભાવના ટમેટાના ભાવમાં સૌથી વધુ વધઘટ થાય છે. કેટલીકવાર તો એક મહિનાના તફાવત પર ચાર પાંચ રૂપિયા પ્રતિ કિલો ટમેટા વેચાય છે. તો ત્યારે કેટલીક વખત 100 રૂપિયા અને તેથી વધારે રૂપિયા પ્રતિ કિલો ટમેટા વેચાય છે.

ટમેટા એ જલ્દી બગડતો પાક છે. હવામાનમાં થોડો ફેરફાર થતા જ ટામેટાના પાકમાં અસર થવા લાગે છે. આ કારણોસર ટમેટા ની કિંમત સ્થિર રહેતી નથી. જો આ વખતે ટમેટાનું ઉત્પાદન ઓછું થયું તો ટામેટાનો ભાવ પણ લીંબુના ભાવની જેમ વધી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*