મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં નોટોનો વરસાદનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક યુવક પુલ ઉપર ચડીને મન ફાવે તેમ દસ-દસની નોટો ઉડાડતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને દરેક લોકોના મનમાં એક જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે તે આવું શા માટે કરી રહ્યો છે? વીડિયોને લઈને વિગતવાર વાત કરીએ તો આ વિડીયો કર્ણાટકની રાજધાની બેંગલોરના વ્યસ્ત KR માર્કેટ વિસ્તારનો છે.
મંગળવારના રોજ એક યુવક અહીં આવેલા એક ફલાય ઓવર પર આવે છે. અહીં આવીને તે પુલ ઉપરથી નીચે દસ દસની નોટો ઉડાડવાનું શરૂ કરી દે છે. યુવકને જોઈને ઘટના સ્થળે ભારે ખળભળાટ મટી જાય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે નોટો ફેકનાર યુવક કાળો કોટ અને ગળામાં વોલ વોચ લટકાડેલી જોવા મળી રહે છે.
રોડ ઉપર ઉડતી નોટું જોઈને લોકો નોટો લુટવા માટે પડાપડી કરે છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે રોડ ઉપર નોટોનો વરસાદ કરનાર યુવકની ઉંમર 30 થી 40 વર્ષ વચ્ચેની છે. આ ઘટના બન્યા બાદ યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે યુવકે કુલ 3000 રૂપિયાની 10-10ની નોટો ઉડાડી છે. પોલીસને શંકા છે કે આ યુવક માનસિક રીતે અસ્થિર છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @rakeshprakash1 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
#Bizarre in #Bengaluru#Traffic came to halt on #Sirsi Circle #flyover and the road below it (#KRMarket) after a well-dressed youth went about throwing currency notes. Who was he and why did he do it is not known. @NammaBengaluroo @WFRising @TOIBengaluru @peakbengaluru pic.twitter.com/zXB6mndKm6
— Rakesh Prakash (@rakeshprakash1) January 24, 2023
વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. થોડાક સમય પહેલા આ જ પ્રકારનો એક વિડીયો હૈદરાબાદમાંથી સામે આવ્યો હતો જેમાં એક યુવક 500 રૂપિયાની નોટનો વરસાદ કરતો જોવા મળ્યો હતો. તે વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment