વિધાનસભામાં પહેલા જ દિવસે પાટીદાર-પાટીદાર સામસામે,પરેશભાઈના આ શબ્દ સામે નીતિનકાકાએ ઉઠાવ્યો વાંધો

ગુજરાતમાં આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો સામસામે આવ્યા હતા.આજે વિધાનસભામાં અદાણી પોર્ટ પર પકડાયેલા હેરોઇન નો મુદ્દો ચગ્યો હતો,એક તરફ જ્યાં સરકારના દાવા કરી રહી છે કે મોટું ઓપરેશન છે

અને પોલીસ ની વાહવાહી કરવી જોઈએ ત્યાં કોંગ્રેસના ધારાસભ્યો સરકાર ની કામગીરી સામે આ મુદ્દો પર સવાલો ઉઠી રહ્યા છે.આજે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સરકાર સામે બાંયો ચડાવતા કહ્યુ કે બ્રિજેશભાઈ અદાણી પોર્ટ પર ચમરબંધીઓને પડે.

તેના પર રાજ્યના ગૃહમંત્રી સંઘવી એ કહ્યું કે વિરજીભાઇ ગુજરાત સુરક્ષિત હાથમાં છે અને ATS એ ઓપરેશન હાથ ધરી ને હેરોઇન પકડ્યું છે. વિજયભાઈના નિવેદનથી પોલીસનું મોરલ ડાઉન થાય છે.આ મુદ્દા પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઝંપલાવ્યું અને કહ્યુ કે ઇતિહાસમાં પ્રથમવાર 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયુ અને

સરકારની મીઠી નજર હેઠળ આ ડ્રગ્સ ગુજરાત આવ્યું છે તેઓએ આવું કહેતા જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના નિવેદન પર પોઈન્ટ ઓફ ઓર્ડર નો મામલો ઉઠાવ્યો હતો. નીતિન પટેલે કહ્યું કે પરેશભાઈએ માફી માંગવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*