રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 2022 ની વિધાનસભાની ચૂંટણી લડવા અંગે તેમજ પાટીદાર મુખ્યમંત્રી મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે 2022 માં મારે ચૂંટણી લડવી કે નહીં તે પક્ષ નક્કી કરશે.વર્ષ 2022 ની ચૂંટણી બાદ પાટીદાર મુખ્યમંત્રી હશે કે નહીં તે મુદ્દે પણ નીતિન પટેલે પોતાનો પક્ષ રજૂ કર્યો.
તેમણે જણાવ્યું કે 2022 બાદ પાટીદાર મુખ્યમંત્રી હશે કે કેમ તે તો સમય જ નક્કી કરશે. પરંતુ પાટીદારોને ભાજપમાં ક્યારેય ન્યાય નથી થયો. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ઉમિયા ધામના ભૂમિપુજન સમારોહમાં દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.જ્યાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નીતિન પટેલે ભરપેટ વખાણ કર્યા હતા.તેમને કહ્યું કે,ભુપેન્દ્ર પટેલ ખુબજ વિનમ્રતા વાળા છે. તેમના જેવા વિનમ્ર વ્યક્તિ મેં મારી ચાલીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં જોયા નથી.
તેઓ મુખ્યપ્રધાન પદની ગરિમા વધારે તેવા વ્યક્તિ છે. તેમને જણાવ્યું કે ભુપેન્દ્ર પટેલ સરકાર એક પછી એક ઘણા સારા કાર્યો કરી રહી છે.ત્યારે આ તમામ સારા કામો નો જશ ભૂપેન્દ્ર પટેલ ને મળે તેવી મારી ઇચ્છા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment