માત્ર 800 રૂપિયામાં લગ્ન પહેલા નીતા અંબાણી કરતા હતા શિક્ષકની નોકરી..! નીતા અંબાણીએ મુકેશ અંબાણી સાથે લગ્ન કરતા પહેલા આ શરત મૂકી હતી, શરત જાણીને તમે પણ…

મિત્રો તમે બધા એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક મુકેશ અંબાણીએ તો જરૂર ઓળખતા હશો. મુકેશ અંબાણી અને તેનું પરિવાર હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. ખાસ કરીને મુકેશ અંબાણીના ધર્મ પત્ની નીતા અંબાણી ખૂબ જ ચર્ચામાં રહે છે. નીતા અંબાણી રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીના પત્ની છે. નીતા અંબાણી પોતાની લક્ઝરી લાઇફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નના 36 વર્ષ પૂરા થઈ ગયા છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન 8 માર્ચ 1985ના રોજ થયા હતા. લગ્ન પહેલા નીતા અંબાણી એક સામાન્ય જીવન જીવી રહ્યા હતા. મિત્રો તમે જણાવી દઈએ કે હવે મુકેશ અંબાણી પોતાના દીકરા આકાશ અંબાણી અને અનંત અંબાણીને ધંધો સોંપી રહ્યા છે. મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણીની ખૂબ જ પ્રેમ કરે છે. તેઓ તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે.

ત્યારે આજે આપણે નીતા અંબાણીના જીવનની કેટલીક અનોખી વાતો વિશે જાણવાના છીએ. લગ્ન પહેલા નીતા અંબાણી પોતાની રોજિંદા જીવનમાં જરૂરિયાતો પૂરી કરવા માટે 800 રૂપિયામાં શિક્ષકની નોકરી કરતા હતા. ભરતનાટયમમાં પણ નીતા અંબાણીએ અનોખી સિદ્ધિઓ હાસલ કરી છે.

આટલું જ નહીં પરંતુ એક વખત નીતા અંબાણી બિરલા પરિવારના કાર્યક્રમમાં ભરતનાટ્યમના ડાન્સર તરીકે પહોંચ્યા. આ કાર્યક્રમમાં ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેન અંબાણી પણ સામે હતા. નીતા અંબાણીના ડાન્સથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને નીતા અંબાણીને પોતાની ઘરની વહુ બનાવવાનો નિર્ણય મનમાં કરી લીધો હતો.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બીજા દિવસે ધીરુભાઈ અંબાણીએ કાર્યક્રમના આયોજક ને ફોન કરીને નીતા અંબાણીનો ફોન નંબર માગ્યો હતો. જ્યારે ધીરુભાઈ અંબાણીએ નીતા અંબાણીને ફોન કર્યો ત્યારે શરૂઆતમાં તો તેમને વિશ્વાસ ન આવ્યો. પિતાના કહેવા ઉપર નીતાબેન અંબાણી ધીરુભાઈ અંબાણી સાથે વાતચીત કરી હતી. ધીરુભાઈ નીતા અંબાણીને કહ્યું હતું કે, હું તમને મારી ઓફિસે આવવા માટે આમંત્રણ આપું છું અને ત્યાર પછી તેમણે મૂકી દીધો હતો.

નીતા અંબાણી જ્યારે ધીરુભાઈની ઓફિસે આવ્યા ત્યારે પૂછ્યું કે તમે શું કરો છો, ત્યારે નીતા અંબાણીએ જવાબ આપ્યો હતો કે હું અભ્યાસ કરું છું અને ધીરુભાઈ સવાલ પૂછ્યો હતો કે તમને શેમાં રસ છે. ત્યારે નીતા અંબાણીએ જવાબ આપ્યો હતો કે તેમને ડાન્સિંગ અને સ્વિમિંગનો વધારે શોખ છે.

ધીરુભાઈના કહેવા ઉપર નીતા અંબાણી પહેલી વખત મુકેશ અંબાણીને મળવા માટે પહોંચી હતી. નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાંજના સમયે ગાડીમાં એક સિગ્નલ પર ઉભા હતા ત્યારે મુકેશ અંબાણીએ નીતા અંબાણીને ફિલ્મી અંદાજમાં પૂછ્યું હતું કે તમે મારી સાથે લગ્ન કરશો? પરંતુ નીતા અંબાણીએ જવાબ આપ્યો ન હતો.

ત્યારે મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જવાબ નહીં આપો ત્યાં સુધી ગાડી આગળ નહીં ચલાવવું. ત્યારબાદ નીતા અંબાણીએ લગ્ન માટે હા પાડી દીધી હતી અને બંને પવિત્ર સંબંધોમાં બંધાઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે લગ્ન પહેલા નીતા અંબાણીએ મુકેશ અંબાણી સામે શરત મૂકી હતી કે લગ્ન બાદ સ્કૂલમાં તેઓ ભણાવવા જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*